કોરોનાના ફફડાટ વચ્ચે લોકડાઉન-૫માં અનેક છુટછાટો બાદ હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ ધીમી ગતિએ નવા સત્રના આરંભની તૈયારીઓ કરવામાં આવી છે. આજ સોમવારે ૮ જૂનથી શાળાઓ શરૂ કરવાનો આદેશ કરાયો છે. તેમ છતાં હાલના સંજોગોને જોતાં આગામી ૩૦ જૂન સુધી વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવા ઉપર મનાઈ ફરમાવી છે. જયારે ૮ જૂનથી ધોરણ-૧ અને ૯ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અને ૧૩મીથી નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે જોવા મળી રહેલી અટકળો વચ્ચે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો, સૂચના સાથેનું જાહેરનામું બહાર પાડયું છે. જણાવ્યા મુજબ ૮મી જૂનથી સ્કૂલો શરૂ કરી દેવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓને ૩૦થી જૂન સુધી સ્કૂલમાં આવવાની ના પાડી છે. પરંતુ શિક્ષકોએ સ્કૂલમાં આવવું પડશે. જો કે, શિક્ષકોને જરૂર પ્રમાણે બોલાવવાની સત્તા મુખ્ય શિક્ષકને સોંપવામાં આવી છે. ધોરણ ૧ અને ૯ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. ૧૩મીથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન ભણાવવાનું શરૂ કરાશે.
ચેનલમાં શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરાશે
૧પ જૂનથી ડીડી ગિરનાર ચેનલ ઉપરથી બાળકો માટેના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરાશે. આ પ્રસારણની તમામ વિદ્યાર્થીઓને જાણ થાય તેવી વ્યવસ્થા શાળાએ શિક્ષકો મારફતે કરવાની રહેશે. હોમ લ‹નગના સમયગાળા દરમ્યાન મધ્યાહન ભોજન માટે કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા રાજય સરકાર તરફથી કરવામાં આવશે. જે ખાનગી શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ મળી રહે તેવી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ગોઠવેલી છે. તેવી શાળાઓએ આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ પણ આવા શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓ માટે છાપેલું સાહિત્ય પણ હવે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.
૮ થી ૧૩ જૂન સુધીમાં પુસ્તકો અપાશે
પરિપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓને રાજય સરકાર તરફથી વિનામુલ્યે પાઠય પુસ્તકો પુરા પાડવામાં આવે છે. તેમને તારીખ ૮ થી ૧૩ જુન સુધીમાં પુસ્તકો મળી જાય તે મુજબની વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે દરેક શાળાએ ગોઠવવાની રહેશે. ૩૦ મી જૂન સુધી વિદ્યાર્થીઓ માટે શાળામાં આવવાનું રહેશે નહીં પરંતુ તેઓને ઘેર બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃત્તિઓ મળી રહે તે મુજબ હોમ લ‹નગની પ્રક્રિયા શરૂ કરાશે. વિદ્યાર્થીઓની હોમ લ‹નગ થઈ શકે તે માટેનું સાહિત્ય મોબાઈલ, ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અથવા તો ટેલિવિઝનના માધ્યમ દ્વારા મળી રહે એની વ્યવસ્થા કરવાની રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews