શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી, વીજ બિલમાં સંપૂર્ણ માફી તથા પાણી મિલકત વેરા અને નાના વેપારીઓના ધંધાના સ્થળના કરવેરા માફી સહિતની માગ સાથે કોંગ્રેસ દ્વારા બોલશે ગુજરાત ડિઝીટલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપના શાસનથી નારાજ પ્રજાજનો અને કોંગ્રેસ વિચારધારાના સમર્થકોએ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, યુ ટયુબના માધ્યમથી લાઈવ થઈને મુશ્કેલીઓમાં મુકાયેલા પ્રજાજનોના ઈન્ટરવ્યુ લઈને શોર્ટફિલ્મ તથા વીડિયો અપલોડ કરી વિવિધ માગણીઓ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર હેમાંગ રાવલના જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં છેલ્લા બે મહિનાથી ગુજરાત સહિત સમગ્ર દેશના ગરીબ અને શ્રમિકોની હૃદયદ્રાવક સ્થિતિમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ સમાજના આવા વર્ગોની હાલાકી દુર કરવા અનેક સુચનો કર્યા પરંતુ નિષ્ઠુર રાજય સરકારે આવા ગરીબ-શ્રમિકોની હાલાકી દુર કરવા કોઈ પગલાં લીધા નથી અને તેમની સદંતર ઉપેક્ષા કરી છે. આ સંજોગોમાં, ગરીબ-નબળા વર્ગોની સમસ્યાઓ અને તેમની કફોડી હાલતને વાચા આપવા ગતરોજ એક ઓનલાઈન અભિયાન બોલશે ગુજરાત શરૂ કર્યું હતું. નિષ્ઠુર રાજય સરકારને ઢંઢોળીને આવા ગરીબ, મધ્યમવર્ગીય, ખેડૂતો, વેપારીઓ તથા વિદ્યાર્થીઓની હાલત પરત્વે સભાન કરવા ગુજરાતના વાલીઓ, વિદ્યાર્થીઓ, મધ્યમવર્ગીય પરિવારો, વેપારીઓ અને ભારતીય જનતા પક્ષના શાસનથી નારાજ પ્રજાજનો અને કોંગ્રેસ વિચારધારાના સમર્થકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી વીજળી બિલમાં સંપૂર્ણ માફી (માર્ચથી જૂન સુધીનું) પાણી-મિલકત વેરા અને નાના વેપારીઓના ધંધાના સ્થળના કરવેરા માફી, સહિતની અન્ય સમસ્યાઓને વાચા આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આ અભિયાનની શરૂઆત ફેસબુક ઉપર લાઈવ થઈને કરી હતી તેમણે જનતાના મંતવ્ય જાણવા માગતા પૂછયું હતું કે, શું સરકારે લોકડાઉનનો નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતો, રાજકીય પક્ષો અને લોકો સાથે પરામર્શ કરવો જોઈતો હતો કે
નહીં ? નાગરિકો અને શ્રમિકોને વતન પાછા જવા માટે સમય નહોતો આપવા જેવો ? આયોજન વગરનું લોકડાઉન શું કામનું ? જેમ જેમ લોકડાઉન વધાર્યું એમ એમ ટેસ્ટની સંખ્યા અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર, સારવારની સગવડ વધારવાની જરૂર નહોતી ? તેવા પ્રશ્ન ઉઠાવ્યા હતા. હેમાંગ રાવલના જણાવ્યા મુજબ આ ઓનલાઈન ઝુંબેશમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews