જૂનાગઢમાં યુવતિને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી

0

જૂનાગઢમાં ટીંબાવાડી ગામમાં ગૌશાળાની બાજુમાં રહેતી એક યુવતિને ભાવિન રજનીકાંત કનકપરા (કુંભાર, રહે.જૂનાગઢ)વાળાએ ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે આ બનાવમાં એવી વિગત દર્શાવી છે કે ફરીયાદી તેમજ આરોપી પહેલાં સાથે રહેતા હતા અને આરોપી ફરીયાદી યુવતીને હેરાન કરતો હોય જેથી આ યુવતી અમદાવાદ જતાં રહેલ અને કોરોના વાયરસ સબબ અમદાવાદથી જૂનાગઢ આવેલ હોય દરમ્યાન આરોપી સાથે રહેતો હોય અને ફરીયાદીને હેરાન કરતો હોય અને ગઈકાલે રાત્રીનાં ફરીયાદી યુવતિને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!