જૂનાગઢનાં મેંદરડા, માળીયા અને વિસાવદર પંથકમાં વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયો છે અને દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકામાં ગઈકાલે ૧ર થી ર દરમ્યાન ર૦ મીમી અને ર થી ૪ દરમ્યાન પ મીમી અને ૪ થી ૬ દરમ્યાન ૧પ મીમી મળી કુલ ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. જયારે માળીયા હાટીના પંથકમાં ગઈકાલે ૧ર થી ર દરમ્યાન ર૮ મીમી, ૪ થી ૬ દરમ્યાન ૩ર મીમી મળી કુલ ૬૦ મીમી વરસાદ નોંધાયો છે. જયારે વિસાવદર પંથકમાં ર થી ૪ દરમ્યાન ૧૦ મીમી અને ૪ થી ૬ દરમ્યાન ૯ મીમી વરસાદ મળી કુલ ૧૯ મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં મોસમનો કુલ વરસાદ જાઈએ તો કેશોદ ૯૪ મીમી, જૂનાગઢ ૪પ મીમી, ભેંસાણ ૯પ મીમી, મેંદરડા ૮૯ મીમી, માંગરોળ પપ મીમી, માણાવદર ૧૦૬ મીમી, માળીયા હાટીનાં ર૧૭ મીમી, વંથલી ૬૬ મીમી અને વિસાવદર ૭૭ મીમી મળી જૂનાગઢ જીલ્લામાં કુલ ૮૮૯ મીમી અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે જૂનાગઢ જીલ્લાનાં ડેમનાં વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યાનાં અને ડેમમાં નવા નીરની આવક થઈ હોવાનાં અહેવાલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!