રાત્રીના ૯ થી સવારે પ ના નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે

0

કોરોના વાયરસના ખતરા સામે જાગૃતિ અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ વિવિધ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે. દરમ્યાન ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને કેન્દ્ર સરકારના કરફયુનો સખત પાલન કરવા હુકમ જારી કરવામાં આવેલ છે. રાત્રિના ૯ થી સવારે પ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજયની સડકો ઉપર કોઈપણ વાહન ફરતા દેખાશે તો તેની સામે સખત કર્યવાહી કરવામાં આવશે. તેમજ માસ્ક ન પહેર્યું હોય તેની સામે પણ દંડ સહિતની કાર્યવાહી થશે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશ્નરને બદલે પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસવડાને તેમના હકુમત હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું વિધિવત જાહેરનામું પણ જારી કર્યું છે. ગત રાતથી કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ અપનાવી રાત્રિના ૯ વાગ્યાથી સવારે પ વાગ્યા સુધી કોઈપણ વાહન માર્ગો ઉપર ચલાવી શકાશે નહીં જેની નોંધ લેવા જણાવાયું છે. આ અંગે નિયમનો ભંગ કરનારના વાહનને ડીટેઈન કરી અને કાયદેસર દંડ વસુલવામાં આવશે અને કાયદેસર કરફયુ ભંગનો કેસ દાખલ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સચેત, સુરક્ષિત રહેવા અને રાત્રે બહાર નિકળવાનું ટાળવા જણાવાયું છે. દરમ્યાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવેલ છે કે, રાજકોટથી કોઈ અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ જઈ શકશે નહીં તેવું ફરમાન જારી કરેલ છે.

 

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!