ગુજરાત રાજ્યના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામમાં રાજ્યનું પરિણામ ૭૬.૨૯ ટકા આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૭૭.૯૧ ટકા આવ્યું છે. જે ગત વર્ષના ૭૯.૧૯% માં ૧.૨૮ ટકા ઘટીને આવ્યું છે. માર્ચ ૨૦૨૦માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના નોંધાયેલા ૩૪૩૭ પૈકી ૩૪૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજરોજ જાહેર થયેલી એચ.એસ.સી. પરીક્ષાના પરિણામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સ્થાન સમગ્ર રાજ્યમાં ૧૮નું રહ્યું છે. જે ગત વર્ષે ૧૩મું હતું. આમ આ વર્ષે આ જિલ્લો પાંચ ક્રમ પાછળ ધકેલાયો છે. આ સાથે જિલ્લામાં ગત વર્ષે ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે એક પણ વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો નથી. આ ઉપરાંત એ -ટુ ગ્રેડમાં પણ આ વર્ષે ૧૫ ઘટાડા સાથે ૬૭ વિદ્યાર્થીઓ, જ્યારે ૨૧ વિદ્યાર્થીઓના ઘટાડા સાથે આ વર્ષે ૩૮૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત જિલ્લાના ૮૬૮ વિદ્યાર્થીઓએ બી-ટુ ગ્રેડ, ૮૭૪ વિદ્યાર્થીઓએ સી-વન ગ્રેડ, ૪૬૦ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડ અને ૨૪ વિદ્યાર્થીઓએ ડી- ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાનું પરિણામ ગયા વખત જેટલું ૭૯.૮૦ ટકા, ભાણવડ કેન્દ્રનું પરિણામ ૮૩.૭૬ ટકા, મીઠાપુર કેન્દ્રનું પરિણામ ૮૦.૮૯ ટકા, ભાટિયા કેન્દ્રનું પરિણામ ૭૭.૨૬ ટકા અને સૌથી નબળો દેખાવ ૧૨.૨૫ ટકાના ઘટાડા સાથે ૬૪.૫૪ % પરિણામ સાથે દ્વારકા કેન્દ્ર રહ્યો છે. આ સમગ્ર પરિણામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૬૩ વિદ્યાર્થીઓનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews