જૂનાગઢનાં ઐતિહાસીક એવા મહાબત અને બહાઉદીન મકબરા ફરી ધારણ કરશે પ્રાચીન ભવ્યતા

ઐતિહાસીક શહેર જૂનાગઢના મહાબત અને બહાઉદીન મકબરા ફરી ધારણ કરશે તેની પ્રાચીન ભવ્યતા. જૂનાગઢ ખાતેના રોયલ મોન્યુમેન્ટસની જાળવણી તથા નિભાવણી સંદર્ભે રૂ. ૫.૪૬ કરોડના ખર્ચે એક વર્ષમાં મકબરાને પ્રાચીન ભવ્યતા આપવાની આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
મકબરા સંકુલના રીસ્ટોરેશન કામનો શુભારંભ કરાવતા મંત્રીએ કહયુ કે, પ્રાચીન સમયમાં જે સામગ્રીથી આ ભવ્ય મકબરાનું નિમાર્ણ થયુ હતું તે જ મટીરીયલ્સના ઉપયોગથી પ્રાચીન લુક અપાશે. તેમજ સંદર્ભ સંશોધન, સ્મારકોના રેકોર્ડસમાંથી માહિતી અને ફોટોગ્રાફસને આવરી લઇ આ પ્રોજેકટ તૈયાર કરાયો છે. મંત્રીએ રીસ્ટોરેશન કામગીરી સાથે મકબરાનું મેયર ધીરૂભાઇ ગોહેલ અને અધિકારીઓ સાથે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું મહાબત મકબરાનું ૧૮ મી સદીમાં ૧૮૫૧-૮૨ માં બાંધકામ થયુ હતું. જે મહાબતખાન બીજાનો મકબરો છે. જયારે બહાઉદીન મકબરાનું ૧૯ મી સદીમાં બાંધકામ થયુ છે. આ મકબરા ઇન્ડો ઇસ્લામીક, યુરોપીયન અને ગોથિક આર્કિટેકચરનું અસામાન્ય સંયોજન છે. અને તે જૂનાગઢના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસીક સીમાચીન્હોમાંનુ એક છે. રીસ્ટોરેશનમાં હયાત ઇમારતનું મજબુતીકરણ, તુટી ગયેલા ભાગને પ્રાચીન કાર્યપધ્ધતી મુજબ રીપેરીંગ કરીને મજબુત કરવા, મકબરાના અંદરના ભાગ તથા ડોમનું ડ્રાય કલીનીંગ,ગોલ્ડન રીંગની સફાઇ કામગીરી, છતના વોટર પ્રૂફીંગની કામગીરી, ઝીંક પ્લાસ્ટર અને ચુનાના પત્થરથી મજબૂતીકરણ ઉપરાંત સંપૂર્ણ સંકુલને લાઇટિંગથી ઝળહળીત કરવામાં આવશે. જૂનાગઢના ઘરેણાં સમાન મકબરાના રીસ્ટોરેશન કામના શુભારંભ પ્રસંગે જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જૂનાગઢ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ ભીમાણી, નાયબ કલેકટર જવલંત રાવલ સહિત ટુરિઝમ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વીહળે કર્યુ હતુ. આરોગ્ય વિભાગની ગાઇડલાઇનને અનુસરીને સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જૂનાગઢના પૌરાણીક ઉપરકોટના કિલ્લાનું  રૂ.૪૫ કરોડના ખર્ચે થશે રીસ્ટોરેશન
જૂનાગઢના પૌરાણિક કિલ્લા ઉપરકોટને તેની પૌરાણિક ભવ્યતા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ આ કિલ્લાને રૂ. ૪૫ કરોડના ખર્ચે રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. જૂનાગઢ ખાતે મકબરા સંકુલના રીસ્ટોરેશન કામગીરીના શુભારંભ પ્રસંગે શ્રી ચાવડાએ આમ જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક પૌરાણિક શહેર જૂનાગઢમાં આવેલ ઉપરકોટની અનેક પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે, પ્રવાસનની દ્રષ્ટિએ ખુબ મહત્વના આ કિલ્લામાં રાણકદેવીનો મહેલ, અડીકડી વાવ અને નવઘણ કૂવો, પુરાતન અનાજના કોઠાર સહિત અનેકવિવિધ સ્મારકો આવેલા છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!