જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં ચેરમેન તરીકે ડોલર કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે મનુભાઈ ખુંટીની વરણી

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી માટેનો તખ્તો આજે ગોઠવાયો હતો. આજે નિર્ધારીત સમયે વરણી માટેની કાર્યવાહી થતાં સહકારી ક્ષેત્રનાં અગ્રણી એવા ડોલરભાઈ કોટેચાની જીલ્લા સહકારી બેંકનાં ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. જયારે વાઈસ ચેરમેન તરીકે મનુભાઈ ખુંટીની વરણી થઈ હતી. જયારે મેનેજીંગ ડિરેકટર તરીકે દિનેશભાઈ ખટારીયાની વરણી થઈ હતી. આજે યોજાયેલી આ વરણીનાં કાર્યક્રમમાં ચુંટાયેલાં બેન્કનાં બોર્ડનાં ડીરેકટરો ઉપસ્થિત રહ્યા હતાં અને મહાનુભાવોએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં. વિશેષમાં આ તકે રાજયનાં પ્રવાસન વિભાગનાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, બેન્કનાં સીઈઓ કિશોરભાઈ ભટ્ટ, ગિરીશભાઈ કોટેચા તેમજ સભ્યો, ડિરેકટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વરણી પામેલાં પદાધિકારીઓને ફુલહારથી સન્માની અને શુભેચ્છાઓની વર્ષા કરવામાં આવી હતી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!