ભુકંપનો પ.૩ તીવ્રતાનાં આંચકાથી જૂનાગઢ ધ્રુજયુંઃ લોકો ઘરની બહાર નીકળી ગયાં

0

છેલ્લા ચાર માસથી કોરોનાની મહામારીમાં સપડાયેલા લોકોને ગઈકાલે વધુ એક ભયજનક સ્થિતીનો સામનો કરવો પડયો હતો. આ સ્થિતી ફકતને ફકત ૪ સેકન્ડ સુધી રહી હતી. પરંતુ તેનો અહેસાસ ભયાનક કલ્પનાથી કમ ન હતો. કારણ કે ગઈકાલે ધરતીકંપનો તીવ્ર આંચકો જૂનાગઢ સહીત અનેક શહેરોમાં લોકોએ અનુભવ્યો હતો. અને ર૦૦૧નાં ધરતીકંપની ભયાનક યાદને તાજી કરી હતી. લોકોએ કોરોનાનો કહેર વચ્ચે ગઈકાલે ધરતીકંપનો આંચકો અનુભવ્યો અને સાથે જ ચોમાસાની સીઝન ચાલતી હોય આમ જનજીવન કોરોના, ધરતીકંપ અને ચોમાસામાં અટવાઈ ગયેલું છે અને ચારે તરફ સ્થિતી અસહય બની રહી હોવાની વ્યથા આમ નાગરીકો વ્યકત કરી રહયા છે.
જૂનાગઢ શહેર તેમજ રાજયભરમાં ગઈકાલે રાત્રીનાં ૮.૧૩ કલાકે ધરતીકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. અને ચારેતરફ થોડો સમય માટે ભયનું વાતાવરણ પણ સર્જાયું હતું. ગઈકાલે આવેલા ધરતીકંપનાં આંચકામાં તીવ્રતા પ.૩ની રહી હતી. જયારે એપી સેન્ટર ભચાઉ દર્શાવવામાં આવ્યું હતું. અને જાગાનુજાગ ૧૯ વર્ષ પહેલા પણ ર૦૦૧નાં વર્ષમાં ર૬મી જાન્યુઆરીનાં દિવસે થયેલ ધરતીકંપે હાહાકાર મચાવ્યો હતો અને એપી સેન્ટર તે સમયે પણ ભચાઉ જ હતું. સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં અનેક લોકોએ પણ ભરતીકંપની અસર અનુભવી હતી અને ત્યારબાદ પણ મોડે સુધી ધરતીકંપનાં આંચકા આફટર શોક અનુભવ્યા હતાં.
રવિવારની રાત્રીનાં ભુકંપનાં તીવ્ર આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જૂનાગઢ ગીર સોમનાથ જીલ્લામાં રાત્રીનાં ૮ અને ૧૩ મીનીટે ભુકંપનો જારદાર આંચકો આવતાં લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ભુકંપની વધુ અસર અનુભવાઈ હતી. ભુકંપનાં કારણે ધરા સાથે માનવીનાં મન પણ ધ્રુજી ઉઠયા હતાં. રવિવારની રારીનાં ભુકંપનો તીવ્ર આંચકો અનુભવતા લોકોમાં ભય ફેલાયો હતો. અનેક વિસરોમાં લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતાં. આંચકો માત્ર થોડી સેકન્ડ માટે જ રહયો હતો. પરંતુ તેની તીવ્રતા વધુ હોવાના કારણે અનુભૂતિ થઈ હતી. એમાં પણ ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આંચકાની અસર વધુ અનુભવાઈ હતી. બિલ્ડીંગો ડોલવા લાગતાં લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. ભુકંપ આવતાની સાથે જ લોકોના કોરોના સહીતનાં તમામ મુદાને કોરાણે મુકીને માત્ર ભુકંપની ચર્ચા કરવા લાગ્યા હતાં. ખાસ કરીને એકબીજાને ફોન કરીને ભુકંપની કેવી અનુભૂતિ રહી તેની પૃચ્છા કરતાં હતાં.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!