ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરીણામ આજરોજ જાહેર થયું છે. સમગ્ર રાજયનું પરીણામ ૭૬.ર૯ ટકા છે. જયારે સૌથી ઓછુ જૂનાગઢનું પ૮.ર૬ ટકા પરીણામ આવ્યું છે.
જૂનાગઢ શહેર અને રાજયભરનાં ધો. ૧ર સામાન્ય પ્રવાહનાં ૩.૩૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી. જેમાંથી ર.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આજે સવારે વેબસાઈટ ઉપર ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું હતું ત્યારે ગઈકાલથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકોમાં પરીણામ અંગે ભારે ઉત્સકુતા જાવા મળી હતી. આજે જાહેર થયેલા ધો. ૧ર સામાન્ય પ્રવાહનાં પરીણામમાં જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા સરસ્વતી સ્કુલનાં બે વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રથમ અને એક વિદ્યાર્થીની બોર્ડમાં થર્ડ આવતાં સરસ્વતી હાઈસ્કુલનો ફરી એકવાર જયજયકાર કરેલ છે. અને ઝળહળતી સફળતા મેળવનારા આ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો તેમજ શાળા પરીવારે અભિનંદનની વર્ષા કરી હતી. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓએ ઉંચી ટકાવારી સાથે સારૂ પરીણામ મેળવતાં તેઓનાં વાલી અને પરીવારમાં ઉત્સાહભર્યુ વાતાવરણ સર્જાયું હતું. તેમજ શાળાઓમાં પણ ઉત્સાહનો માહોલ મળ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews