સોમનાથ મંદિર ટ્રસ્ટના રેકોર્ડનું ડીજીટલાઈઝેશન કરાયું, હવે આંગળીના ટેરવે ઝડપથી માહિતી મળશે

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ૪૦ થી પણ વધુ મંદિરો અને સ્થાવર તથા જંગમ મિલ્કતોના દસ્તાવેજો ધરાવે છે જેનો સંગ્રહ અત્યાર સુધી કાપડના પોટલામાં કબાટમાં સંગ્રહ કરાતો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, સચિવ પ્રવીણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ રેકોર્ડ મહત્વનો હોય ડીજીટલાઈઝેશન કરાવતાં હવે જરૂરત મુજબ રેકોર્ડ હવે ઝડપથી મેળવી શકાશે. આ રેકોર્ડને મીકેનીકલ ઈમેજ સ્કેન કરી સોમનાથ મંદિરના નિર્માણથી આજ સુધીના ટ્રસ્ટના વિવિધ વિભાગ એસ્ટેટ, સિવીલ, લીગલ, મંદિર, પર્સનલ, સ્ટોર તેમજ સોમનાથ મંદિરની મુલાકાત લેનારા મહાનુભાવોના ફોટોગ્રાફ, અભિપ્રાય, ફાઈલ અને અગત્યના ડોકયુમેન્ટ્‌સને કોમ્પ્યુટરમાં ફીડ કરી, હાર્ડ ડીસ્કમાં સમાવેશ કરી,સર્વરમાં જાડાણ કરી સ્ટોર કરાયેલ છે. જયારે જે તે વિભાગના દસ્તાવેજાની જરૂરીયાત જણાય ત્યારે આંગળીના ટેરવે વિગતો મેળવી શકાશે. રેકોર્ડના ડીજીટલાઈઝેશનને કારણે જીર્ણ અને જર્જરિત ન થાય તેવી સલામતી સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના રેકોર્ડને લાંબુ આયુષ્ય મળશે.

 

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!