પરિણામ એ શિક્ષણનું માપદંડ નથી છતાં પણ અમુક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાલીઓને આકર્ષી છેતરવાના અવનવા પ્રયત્નો થઇ રહ્યા છે, જે શિક્ષણ માટે અતિ ગંભીર છે ! ધોરણ દશ અને ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થતાની સાથે જ દરેક ખાનગી શાળાઓ પોતપોતાની રીતે વાલીઓને પોતાના ચુંગાલમાં ફસાવવા માટેના અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના પ્રયત્ન કરી રહી છે, પણ વાલીઓએ પણ જાગૃત બની પ્રવેશ લેતા પહેલા જે શાળાઓ જાહેરાતો કરે છે તે મુજબ છેવટ સુધી તે સુવિધા આપે છે, કે કેમ ? બાળકની સલામતીની તકેદારી નિભાવે છે, કે કેમ? જાહેરાત મુજબ પુરતી સુવિધાઓ આપવામા આવે છે, કે કેમ? સરકારી નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામા આવે છે, કે કેમ? તે તમામ બાબતો ઉંડાણ પુર્વક તપાસી તમામ બાબતોનું પાલન કરવામા આવતું હોય અને બાળકનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હોય તેવી શાળામાં પ્રવેશ લેવો જોઈએ. તાજેતરમાં ધોરણ દશ અને ધોરણ બારના પરિણામો જાહેર થયા છે. ત્યારે અનેક શાળાઓ પોત પોતાની શાળાઓના ટોપટેન વિદ્યાર્થીઓને પ્રસિદ્ધિ આપી રહયા છે, જે સરાહનીય બાબત છે. અને એનાથી શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ આગામી વર્ષે ટોપટેનમાં આવી પોતાનું નામ રોશન કરવા પ્રોત્સાહિત થશે પણ એમાની કેટલીક શાળાઓ એવી પણ હશે જે અન્ય વિગત પ્રસિદ્ધિ નથી કરતી. ઉદાહરણ તરીકે ધોરણ દશના કે ધોરણ બારના ૨૦૦ વિદ્યાર્થીને ભણાવતી શાળા કે જેમાં દશ થી પંદર વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થાય છે તો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો ઓછા માર્ક્સ આવ્યા છે તેનું લીસ્ટ માંગવા વાળા અથવા તો જાહેર કરવા વાળા કેટલી શાળા ? દર વર્ષે લાખો રૂપિયા શાળાનું નામ પ્રસિદ્ધ કરવા અને બ્રાન્ડિંગ કરવામાં વાપરે છે એની પાછળનો હેતું તો એ જ હોય છે ને કે લોકોની જીભે સતત શાળાનું નામ ગુંજતું રહે અને એના ફળ-સ્વરૂપ વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા રહે, શાળાની જાહેરાતના ખર્ચમાં અન્ય બે પાંચ આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવામા આવે અને પાંચ દસ અતિ હોશિયાર બાળકોને ફિ માફી સાથે પ્રવેશ આપે જે બીજા વર્ષે બેનરમાં ફોટા છાપી જાહેરાત કરવા ઉપયોગમા આવે છે. એ પાંચ સાત વિદ્યાર્થી એમના વાલીઓ અસંખ્ય લોકોને એ શાળાની જાહેરાત કરશે જેનાથી શાળાની પ્રસિદ્ધિ આપોઆપ વધવા લાગશે જે શહેરના અને તાલુકાભર સહીત આજુબાજુના વિસ્તારમાં ખુણે ખુણે શાળાનું નામ ફેલાઈ જશે અને એ પણ હકારાત્મક પ્રસિદ્ધિ સાથે જેમના રાજી થયેલા વાલીઓ બીજા ૫૦-૫૦ વાલીઓને એ શાળાનું નામ ગર્વથી સુચવશે જે અન્ય લોકો પણ અસંખ્ય લોકોને અનહદ લોક ચાહના સાથે અખુટ પ્રસિદ્ધિ કરશે. આ મફત આપેલ પ્રવેશની ફી શાળાના આખા વર્ષનું માર્કેટિંગ બજેટ હતું એમ માની વગર જાહેરાત પ્રવેશ મેળવનારની સંખ્યા આપોઆપ વધી જશે પણ એવુ કરશે કોણ ? વાલીઓએ વિચારવા જેવી બાબતોમાં પહેલા તો તમે જે શાળામાં તમારા બાળકને અભ્યાસ અર્થે પ્રવેશ આપશો એ શાળામાં તમારા બાળકને જ મળવા તમારે સાહેબને આજીજી કરવી પડે છે. તમારૂ બાળક જ્યાં અભ્યાસ કરે છે એ શાળામાં આપ શાળાની ઓફિસ સિવાય તમે શાળા પરિસરમાં જઈ શકો છો? કોઈપણ જગ્યાનું સરપ્રાઇઝ ચેકીંગ કરી શકો છો ? અને જો નહી તો આપ શાળાની સુવિધાઓનો અહેસાસ કેવી રીતે કરી શકશો ? આપને પ્રવેશ આપતા પહેલા શાળા તરફથી ક્વોલિફાયઈડ સ્ટાફ દ્વારા આપના બાળકને શિક્ષણ આપવામાં આવશે તેવું જણાવવામાં આવતુ હોય જે મુજબ આધુનિક ટેકનોલોજીના યુગમાં દર મહીને ક્વોલિફાયઈડ સ્ટાફના ફોટા સાથેની વિષયવાઈઝ સંપૂર્ણ જાણકારી વાલીઓને વોટસએપ માધ્યમ દ્વારા આપવામાં આવશે ? અને જો એક સત્રમાં ડઝનબંધ સ્ટાફ બદલાતો રહેશે તો આપના બાળકના વર્ષ બગાડવાની પણ પુરી શક્યતા સાબિત થશે, ત્યારે જવાબદારી કોની ગણશો ? આપની કે શાળા સંચાલકોની ? એડમિશન વખતે આપેલ વચનો સુવિધાઓ સલામતી સરકારી નિયમો સહિતની સુવિધાઓ છેવટ સુધી પુરી પાડવામાં આવશે ? વાલીઓએ તમામ બાબતની જાણકારી મેળવી યોગ્ય સુવિધા ભણતર સલામતી સરકારી નિયમોનું પાલન થતું હોય અને બાળકનું ભવિષ્ય ઉજળું દેખાતું હોય એવી શાળામાં પ્રવેશ આપવો જોઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews