છેલ્લાં ૪ માસથી જનમાનસનાં મગજમાં કોરોનાનો હાઉ, ભય અને ડર વ્યાપી ગયો છે. ર૪ કલાકમાંથી ૧પ કલાક સુધી એટલે કે ઉઠો ત્યારથી લઈને રાત્રીનાં નિદ્વાવસ્થ થાવ ત્યાં સુધી સૌથી મોટાભાગે કોરોના વિષય ઉપર ચર્ચા થતી હોય છે અને જેને લઈને લોકોનાં મગજ ચકરાઈ રહ્યાં છે. કોરોનાની ચર્ચા, કોરોનાનું અપડેટ, કોરોનાનાં આટલા કેસો આવ્યા, કોરોનાથી આટલા લોકોનાં મૃત્યુ થયાં તેવા સમાચારો વાંચી, ટીવી ઉપર નિહાળી અને લોકો વધુ ગભરાઈ રહ્યાં છે ત્યારે લોકોને જાગૃતિ બનાવવાની અને સાવચેત કરવાની સાથે-સાથે આવા અહેવાલો ઉપર પણ નિયમ મુજબ પ્રતિબંધ લગાડવામાં આવે તો વધારે હિતકારી રહેશે તેવી આમજનતામાં ચર્ચા થઈ રહી છે. કારણ કે હાલનાં સંજાગોમાં બહાર ફરવા માટે તો કોઈ સ્થળ રહ્યું નથી. નથી મોટા પડદાં ઉપર લોકો ફિલ્મ જાઈ શકતાં નથી એટલે મનોરંજનની બાબતો કરતાં લોકોનાં મનમાં દિવસે-દિવસે કોરોનાનો હાઉ વધારે વ્યાપી જાય છે. રપ માર્ચથી કોરોના સામેનું યુધ્ધ ભારતભરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને લોકડાઉનનાં ૪ તબક્કા અને અનલોક-૧ બાદ હવે અનલોક-ર ની તૈયારી શરૂ થઈ રહી છે. દરરોજ સવારમાં ઉઠો ટીવી ચાલુ કરો કે અખબારનાં પાના ઉપર દૃષ્ટિ કરો તો કોરોનાનાં કહેર અંગેની જ વાતો સાંભળવા અને જાવા મળે. આ ઉપરાંત ગલીએ-ગલીએ જ્યાં પણ બેઠાં હોય ત્યાં પણ કોરોનાની જ ચર્ચાઓ કેન્દ્ર સ્થાને રહેતી હોય છે. એક તરફ સરકારી તંત્ર, આરોગ્ય વિભાગ, મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાં ઉચ્ચ સ્તરીય મહાનુભાવો, લોકોને કોરોનાથી ડરવું નહીં. તેવી સલાહો આપે છે. તો બીજી તરફ સવારથી લઈને જ્યાં સુધી માણસ નિદ્વાંવસ્થ ન થાય ત્યાં સુધી કોરોનાનો રણકાર સતત સંભળાતો રહેતો હોય જેને લઈને હવે લોકો ડરતા તો નથી. પરંતુ બેફામ બની અને રોજીંદા વ્યવહારમાં કાર્યરત બની ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે. જૂનાગઢ સહિત રાજયભર અને દેશભરમાં તેમજ વિશ્વનાં દેશોમાં પણ કોરોનાનાં કેસોને લઈને સત્તાધિશો અને લોકો ગંભીર મેડીકલ કટોકટી અને ચિંતામાં મુકાયેલા છે. માર્ચ માસથી લઈ આ જુન માસ સુધીમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટેનાં જેટલા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં છે અને રોજે-રોજે કોરોનાની અપડેટ જાશું તો સંખ્યાબંધ કેસોનો વધારો થાય છે. સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થાય છે. આટલી-આટલી કેર, સાવચેતી રાખવાં છતાં પણ કોરોના અટકવાનું નામ લેતાં નથી. તેવા સંજાગોમાં હવે લોકો પણ કોરોનાથી કંટાળી ગયાં છે. સાવચેતી કરતાં પણ હવે બેફીકરાઈનો માહોલ ધીમે-ધીમે પ્રસરી રહ્યો છે. બજારોમાં તમે ઘુમશો તો જણાશે કે મોટાભાગનાં લોકો મોઢે માસ્ક સાથે જાવા મળી રહ્યાં છે. માસ્ક લટકાવ્યું હોય તે રીતે હરતાં-ફરતાં જાશો, સોશ્યલ ડિસ્ટન્સની વાતો કરવી સહેલી લાગે છે પરંતુ જ્યારે કોઈ માર્ગ ઉપર પગે ચાલનારા લોકો તેમજ વાહન ચલાવનારા પસાર થતાં હોય ત્યારે કોઈ સંજાગોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય જ નહીં અને કોવિડની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો હોય જ છે અને કોરોનાની આ લડાઈ કે કોરોનાનો રોગ ક્યાં જઈને અટકશે તે નિશ્ચિત થતું નથી. વિશેષમાં નાનું બાળક અભ્યાસમાં દાખલ થાય ત્યારે તેમને કક્કા-બારાખડીનું જ્ઞાન આપવામાં આવે અને વારંવાર એકનેએક અક્ષર ઘુંટાવવામાં આવતો હોય છે ત્યારે આ બાળકનાં દિલો-દિમાગ ઉપર આ અક્ષર કબ્જા લ્યે લે છે તેવી જ રીતે આજે લોકોની પરિસ્થિતિ પણ એવી જ બની ગઈ છે. ઘણાં ટાઈમ બાદ મંદિરો ખુલ્યાં છે અને શાંતિ મેળવવા માટે અને ભગવાનને પ્રાર્થના કરવા માટે કોઈ ભક્તજન દેવ મંદિરે જાય તો ત્યાં પણ અન્ય ભક્તો સાથે કોરોનાની જ ચર્ચા થાય છે, શાકભાજી લેવા-જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા, પાન-માવો ખાવા, ચાની હોટલે, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ સ્થળોએ જાય ત્યારે મોટાભાગે કોરોનાનાં કારણે આવી પરિસ્થિતિ સર્જાણી છે. આર્થિક મુશ્કેલી થઈ છે, વિદ્યાર્થીઓનાં ભણતરને અસર પહોંચી છે, ઓનલાઈન શિક્ષણને લઈને વિદ્યાર્થીઓનાં આંખોનાં તેજ જતાં રહેશે. તેવા અનેક હાઉં અને ભયજનક વાક્યો સતત સાંભળવા મળે છે. જયારે રસોડું સંભાળતી ગૃહિણીઓ પણ અન્ય પાડોશી સાથે બેસવા જાય ત્યારે પણ વાત-વાતમાં એવું સાંભળવા મળે છે કે હમણાં અહીં આવવા જેવું નથી, કારણ કે કોરોનાનાં કેસ આવ્યાં રાખે છે, અમને પણ ખુબ જ બીક લાગે છે, તો સામેથી સગા-વ્હાંલાં પણ એવું જ કહેતાં હોય છે હમણાં ત્યાં જ રહેજા. અમારી અને તમારી બંનેની સાવચેતી જળવાય એ જ મોટી વાત છે અને જીવન હશે તો અન્ય રસ્તા તો મળી રહેશે. આવી પરિસ્થિતિ વચ્ચે નાના બાળકોથી લઈ તમામ ઉંમરનાં લોકોનું જીવન વ્યતિત થઈ રહ્યું છે. ૪-૪ માસનો કંટાળાજનક આ પિરીયડ નાનો સુનો ન કહેવાય જેથી લોકો મનથી પણ હારી ગયાં છે અને બેફીકરાઈપણું જણાય રહ્યું છે. લોકો હવે એવું વિચારે છે કે માડ્યું મિથ્યાં નથી થતું એ બહાને મોત મંડાયેલું હશે તો એ રીતે થશે. આવી ભાવના હવે લોકોમાં બળવતર બની રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે લોકો સમય પસાર કરી રહ્યાં છે. દરેક સરકારી વિભાગની એવી લોકોને અપીલ પણ કરવામાં આવતી હોય છે કે સાવચેતી મેઈન વસ્તુ છે અને સામાજીક અંતર જાળવી, મોઢે માસ્ક પહેરી અને વારંવાર હાથ ધોવા… આવી સુચનાઓ મળતી હોય છે. આવી બધી બાબતોથી આજે જન-માનસ વિકૃત બની ગયું છે. કંટાળાજનક પરિસ્થિતિનો કોઈ જ ઉકેલ જણાતો નથી લોકો હતાશ, નિરાશા સાથે આગામી દિવસો કેવા જશે તેની ગર્તામાં મુકાઈ ગયાં છે. કોરોના અંગેનાં કાંઈપણ સમાચાર હોય તો એક બપોરનાં ૧૦ વાગ્યે અને સાંજના આખા દિવસનું ભેગું કરી અને સાંજના સંકલન કરી એક નિર્ધારીત પ્રાઈમ ટાઈમ ઉપર માત્રને માત્ર બે વખત ટીવી ચેનલો ઉપર પ્રસારીત કરવા જાઈએ જેથી કરીને લોકો કોરોનાનાં સતત ભણકારા વચ્ચે ન રહે અને રોજીંદુ જીવન રાબેતા મુજબ થઈ શકે તેવી વ્યવસ્થા અને સંચાલન સરકારી લેવલે પણ કરવામાં આવે તો વધારે યોગ્ય રહેશે તેવું જનતા માંગી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews