આગામી રવિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જૂનાગઢમાં ૯.પ૮ મીનીટે પ્રારંભ થશે

0

દુનિયાનાં દેશો અને અમુક પ્રદેશોમાં તા. ર૧ જુન રવિવારનાં રોજ સવારે કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાવા મળવાનો છે. તા. ર૦મી જુને એક દિવસ જીલ્લા-તાલુકા મથકે ગ્રહણ જાવાનાં ચશ્માનું પડતર કિંમતે વિતરણ કરવામાં આવશે. રાજયમાં વરસાદી માહોલ હોય ગ્રહણ જાવામાં વાદળા અવરોધરૂપ થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં સવારે ૧૦ કલાકથી ખંડગ્રાસ ગ્રહણનો અવકાશી નજારાનો પ્રારંભ થશે અને બપોરે ૧-૩ર મીનીટ સુધી ગ્રહણની અવિધ રહેશે. જૂનાગઢમાં સવારે ૯ કલાક પ૮ મીનીટે પ્રારંભ થશે અને ૧૩.ર૩.૩૮નાં મોક્ષ થશે.
ગ્રહણનું અવનવું ૧૯૦૧થી ર૦૦૦ સુધીમાં કુલ રર૭ સૂર્યગ્રહણો થયા. જેમાં ૭૮ ખગ્રાસ સૂર્યગ્રહણ હતા. જયારે બાકીના ખંડગ્રાસ ર૦૦માં થયેલા ચારેય સૂર્યગ્રહણો ખંડગ્રાસ હતા તેથી ૧૧ ઓગષ્ટ ૯૯ દેખાવનારૂ સૂર્યગ્રહણ આ સદીનું છેલ્લું ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. સામાન્ય રીતે ૧૦૦ વર્ષમાં ર૩૮ જેટલા સૂર્યગ્રહણો થાય છે. એટલે કે દર વર્ષે લગભગ અઢી કરતા ઓછા સૂર્યગ્રહણ થાય. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ખગ્રાસ (ર) ખંડગ્રાસ અને (૩) કંકણાકૃતિ સૂર્યગ્રહણ.
સરેરાશ પ્રયેક સદીમાં ૬૬ ખગ્રાસ સૌર ગ્રહણો થતાં હોય છે. એક જ સ્થળે એક જ પ્રકારનું બીજું સૂર્યગ્રહણ ૧૮ વર્ષ અને ૧૧ દિવસ પછી થાય છે. એક વર્ષમાં ઓછામાં ઓછા બે ગ્રહણો અને વધુમાં વધુ સાત ગ્રહણો થાય છે. વર્ષમાં પાંચ સૂર્યગ્રહણો અને બે ચંદ્રગ્રહણો પણ થઈ શકે છે. કોઈવાર ચાર સૂર્યગ્રહણો અને ત્રણ ચંદ્રગ્રહણો પણ થાય છે. જેમ કે ઈ.સ. ૧૭૭પમાં અને ૧૯૧૭માં જે સાત ગ્રહણો થયા હતાં તેમાં ચાર સૂર્યગ્રહણો અને ત્રણ ચંદ્રગ્રહણો હતા. ઈ.સ. ૧૯૮રમાં આનું પુનરાવર્તન થયું હતું. હવે પછી ઈ.સ. ર૦૯૪માં પુનરાવર્તન થશે.
વિશ્વમાં થયેલ સૂર્યગ્રહણોના અવલોકનની નોંધ સૌ પ્રથમવાર ચીનમાં લેવાયેલી હી.
૧૯૯૧, ૧૧ જુલાઈનાં રોજ થયેલ ખગ્રાસ સૂર્યગ્રહણ આગામી ૧પ૦ વર્ષમાં થનાર ગ્રહણોમાં સૌથી મોટું હતું. આ ગ્રહણનો પૂર્ણાનો લાંબામાં લાંબો સમય ૬ મીનીટ પ૮ સેકન્ડ હતો.
૩જી સપ્ટેમ્બર ર૦૮૧ના રોજ ખગ્રાસ ગ્રહણ થવાનું છે.
હવે પછી તા. ર૧-પ-ર૦૩૧નાં રોજ આ પ્રકારનું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં જાવા મળશે.

error: Content is protected !!