વંથલી તાલુકાનાં વાડલા ગામે રૂ.૧.૭૬ લાખનાં મુદ્દામાલની ચોરી

0

વંથલી તાલુકાનાં વાડલા ખાતે રહેતાં ડાયાભાઈ જીણાભાઈ ભારાઈએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરનું તાળું તોડી કબાટમાંથી રોકડા રૂ.૭રપ૦૦ તથા સોનાનાં કંગન રૂ.પ૩પ૦૦, સોનાની ચેઈન- રૂ.૩૦ હજાર, સોનાની નથ રૂ.૧પ હજાર, સોનાની માછલી રૂ.૩ હજાર, ચાંદીના સાંકળા રૂ.૧ હજાર, ચાંદીના કડા રૂ.૧૧૦૦ મળી કુલ રૂ.૧,૭૬,૧૦૦નો મુદ્દામાલ ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!