રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માત્ર ૫૮ દિવસ દરમ્યાન રૂ.૧૬૮,૮૧૮ કરોડનું રોકાણ ઊભું કર્યું છે.
૧. વૈશ્વિક ટેક્નોલોજી રોકાણકારોનું રોકાણ રૂ.૧૧૫,૬૯૩.૯૫ અને રાઇટ્સ ઇશ્યૂ રૂ.૫૩,૧૨૪.૨૦. આમ, આટલા ઓછા સમયગાળામાં સંયુક્ત મૂડી ઊભી કરવાનું ઉદાહરણ આખા વિશ્વમાં ક્યાંય મળે એમ નથી. ભારતીય કોર્પોરેટના ઇતિહાસમાં પણ આ ઘટના અભૂતપૂર્વ છે અને તેણે નવા સીમાચિન્હો સ્થાપિત કર્યા છે. આ સિદ્ધિ વધારે નોંધપાત્ર એટલા માટે છે કારણ કે તે કોવિડ-૧૯ મહામારીના પગલે થયેલા વૈશ્વિક લોકડાઉન દરમ્યાન મેળવવામાં આવી છે. પેટ્રો-રિટેલના જોઇન્ટ વેન્ચરમાં મ્ઁને વેચવામાં આવેલો હિસ્સો ગણવામાં આવે તો કુલ ઊભી કરાયેલી મૂડીનું મૂલ્ય રૂ. ૧.૭૫ લાખ કરોડને આંબી જાય છે. ૩૧ માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ અમારૂ કુલ દેવું રૂ.૧૬૧,૦૩૫ કરોડ થતું હતું. આ રોકાણ આવતાં હવે રિલાયન્સ સંપૂર્ણપણે દેવા મુક્ત બની ગઈ છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આજે આ જાહેરાત કરતાં હું ખુશ અને વિનમ્ર બંને છું કે નિયત સમય મર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૧ કરતાં પહેલા રિલાયન્સને સંપૂર્ણપણે દેવા મુક્ત બનાવવા માટે રોકાણકારોને આપેલું વચન અમે નિભાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews