માણાવદરનાં કોયલાણા ખાતે ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી દુરઉપયોગ કરતાં ફરીયાદ

માણાવદર તાલુકાનાં કોયલાણા ખાતે રહેતાં ખીમાણંદભાઈ મારખીભાઈ મારડીયાએ પોલીસમાં આ કામનાં આરોપીબહેન ક્રિષ્નાબેન દેવશીભાઈ મારડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી બહેનએ ઈન્સ્ટાગ્રામમાં ફરીયાદીની દિકરી રિન્કુના નામનું રિન્કુ કરણ યાદવનું ફેક એકાઉન્ટ બનાવી ફરીયાદીનાં જમાઈ કરણને મેસેજા કરી ફરીયાદીની દિકરી રિન્કુ સાથે થયેલ સગાઈ છુટી કરી નાખવા અવારનવાર ખોટા મેસેજા કરી ઈન્સ્ટાગ્રામમાં ફરીયાદીનાં જમાઈ કરણના ફોટાનો તથા ફરીયાદીની દિકરી રિન્કુના નામનો ઉપયોગ કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!