જૂનાગઢનાં કડીયાવાડ હોળી ચોક ખાતે રહેતાં દિલીપભાઈ હરીભાઈ જાબુંડીયા (પ્રજાપતિ, ઉ.વ.પપ)એ આ કામનાં આરોપી અમરીશ નરેન્દ્રભાઈ રાવલ (રહે.નવી કલેકટર કચેરી પાછળ, સ્નેહલ પાર્ક જૂનાગઢ) તેમજ જવાહરભાઈ પંડ્યા (રહે.શાપર, વેરાવળ, તા.લોધીકા) વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે અમરીશભાઈ નરેન્દ્રભાઈ રાવલ ફરીયાદી પાસે કપડા સીવડાવવા આવતાં હોય આ દરમ્યાન તેને ધંધામાં નુકશાની જતાં ફરીયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી કટકે-કટકે રૂ.૭૬ લાખ ચેકથી તથા રોકડા રૂપિયા અલગ-અલગ સમય અને તારીખે હાથ ઉછીનાં લીધેલ અને આરોપી નં.૧ રૂપિયા ન આપે તો આરોપી નં.રનાં એ રૂપિયા પરત આપવાની શરતે ફરીયાદીએ અમરીશનભાઈને રૂપિયા આપ્યા હતા. પરંતુ આજ દિવસ સુધી આ રૂપિયા પરત નહીં આપતાં આરોપી વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ ચલાવી રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews