જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતી ફરિયાદી મહિલાના સંબંધી એવા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણી (રહે. વડાલ) તથા અજાણ્યા બે આરોપીઓએ છરી બતાવી, શારીરિક છેડછાડ કરી ગાઉન ફાડી નાખતા ફરિયાદી મહિલાએ રાડારાડ કરતા માણસો ભેગા થઈ જતા પોતે લાવેલ મોટર સાયકલ મૂકી ચોકી ગામના ધ્રુવલભાઈને પણ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ધ્રુવલભાઈના મોટર સાયકલ સીડી ૧૦૦ જીજે-૦૩-બીડી-૪૫૦૪ કિંમત રૂ. ૧૫,૦૦૦ ની લૂંટ કરી નાસી જતા ફરિયાદીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરિયાદના આધારે છેડતી, લૂંટ, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા આ છેડતી અને લૂંટના ગુન્હાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.યુ.સોલંકી તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ, હિતેશભાઈ, પો.કો. જૈતાભાઈ સહિતની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણી (રહે. વડાલ) ભૂતકાળમાં રાજકોટ શહેરના અપહરણ, બળાત્કાર, સહીતના ગુન્હામાં જેલમાંથી પેરોલ મેળવી, પેરોલ જમ્પ કરીને ફરાર હોવાની વિગતો મળી હતી. ઉપરાંત, ચોકી ગામે આરોપી જે મોટર સાયકલ લઈને આવેલ હતો તે મોટર સાયકલ અંગે ઇ ગુજકોપ સોફ્ટવેર મારફતે તપાસ કરતા, આ મોટર સાયકલ પણ જામનગર જિલ્લાના કાલાવડ ખાતેથી ચોરી થયેલાની વિગતો જાણવા મળેલ હતી. આમ, આ ગુન્હાની તપાસ દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર આરોપી વિશાલ કુંભાણી નામચીન ગુન્હેગાર હોય રાજકોટ શહેર ખાતે તથા બીજા જિલ્લાઓમાં મેસેજ કરીને જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મેસેજ આધારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણીની રાજકોટ ખાતેથી ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવતા જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા રાજકોટ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટ આધારે કબ્જો મેળવી, છેડતી તથા લૂંટના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણીની પૂછપરછ કરવામાં આવતા, પોતે સને ૨૦૧૮ માં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે સગીર બળાના અપહરણ, બળાત્કાર અને એટ્રોસીટીના ગુન્હામાં જેલમાં હતો અને એકાદ દોઢ વર્ષ પહેલાં પેરોલ મળતા, પેરોલ જમ્પ કરી રાજકોટ જેલમાં હાજર થયેલ ના હતો. ચોકી ખાતેના છેડતી, લૂંટના ગુન્હામાં પોતે અને પોતાની સાથે જેતપુરના આરોપીઓ સુરેશ બ્રાહ્મણ અને અનિલ ઉર્ફે મિલન પરમાર સાથે હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા જેતપુર ખાતે આરોપીઓ સુરેશ બ્રાહ્મણ અને અનિલ ઉર્ફે મિલન પરમારની તપાસ કરતા, જેતપુર શહેરના લૂંટના ગુન્હામાં વોન્ટેડ હોવાની અને જેતપુર પોલીસ પણ શોધતી હોવાની માહિતી સાંપડેલ હતી. આમ, ચોકી ખાતે બનેલ ગુન્હાની તપાસ દરમ્યાન જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો એક ગુન્હો પણ ડિટેકટ કરવામાં આવેલ છે. આરોપીને બે દિવસાં રીમાન્ડ મેવળી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews