મોરારીબાપુનાં વિવાદનો સુખદ અંતને આવકારતાં જૂનાગઢનાં આહિર સમાજનાં આગેવાનો

0

મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની અશોભનીય ટિપ્પણીઓ ઉપર ઠેર ઠેર આહીર સમાજ દ્વારા તેમજ કૃષ્ણપ્રેમી ભક્તોએ વિરોધ કરતા સમગ્ર દેશ તેમજ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો.
આ વિરોધ દરમ્યાન આહિર સમાજના તથા અન્ય વિવિધ સમાજનાં કાર્યકરો યુવાનો તેમજ આગેવાનો દ્વારા આ પ્રશ્નનો સુખદ અંત આવે તે માટે પ્રયાસો જારી રાખ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક એવી પ્રક્રિયાઓ બહાર આવતી હતી જેના કારણે આ વસ્તુનો સુખદ અંત આવતો નહોતો. અને આહિર સમાજમાં આ પ્રશ્ને અજંપો સર્જાયો હતો.
રામાયણનાં કથાકાર મોરારીદાસ હરીયાણીના વિરોધના આ બનાવમાં ક્યાંકને ક્યાંક સમાજમાં વિભાજક પ્રવૃતિઓ થતી જણાતા આહિર સમાજના આગેવાનો કેપ્ટન સતીષભાઈ વીરડા તેમજ જીવાભાઈ મારડિયા દ્વારા આ બનાવવાનો સુખદ અંત આવે તે માટે પ્રયત્નશીલ બનતા ગઈકાલે મોરારીદાસ હરીયાણી દ્વારકા મુકામે આવી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પોતાની ભૂલનુ પ્રાયશ્ચિત કરતા આ બનાવનો સુખદ અંત આવ્યો છે. આ બનાવના સુખદ અંત માટે કોઈ એક વ્યક્તિનો મહત્વનો ફાળો નથી પરંતુ સમગ્ર આહિર સમાજના સંગઠનનું પરિણામ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!