જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે ગઈકાલે ફાયરીંગની ઘટના બની હતી તેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને સારવાર માટે સરકારી હોસ્પીટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ છે. દરમ્યાન આ ફાયરીંગ પ્રકરણ અંગે વંથલી પોલીસે તપાસ હાથ ધરી અને બે શખ્સોને પોલીસ હિરાસતમાં લીધા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વંથલીનાં ઝાંપોદડ ગામે ગઈકાલે બપોરે ત્રણ શખ્સોએ આવીને ભરડીયાના માલીક પાસે રૂ. ૧પ લાખની ખંડણી માંગી જામગરી બંદુકમાંથી ફયરીંગ કરતાં ચાર લોકો ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વંથલીના ઝાંપોદડ ગામે કૃષ્ણકૃમાર રાયમલ ચાવડાનો ભરડીયો આવેલ છે. જા ભરડીયો ચલાવવો હોય તો રૂ. ૧પ લાખ આપવા પડશે તેવી શખ્સોએ ધમકી આપતાં તેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે સંદર્ભે ગઈકાલે બપોરે ત્રણ માથાભારે શખ્સોએ ગઈકાલે જામગરી બંદુકમાંથી કૃષ્ણકુમાર રાયમલ ચાવડા ઉપર ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગ દરમ્યાન છરા આડેધડ ઉડતા હોય કુષ્ણકુમાર ઉપરાંત નલીન મૈયડ, સુભાષ કાના ડાંગર અને નટુ ડાયા પરમારનાં શરીરમાં છરા ઘુસી જતાં તમામને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. ફાયરીંગ બાદ નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં ત્રણ શખ્સો ચાલતાં આવી અને હુમલો કરતા જણાયા હતા જેમાં રહીમ ઉર્ફે ખુંટી અને પોલો નામનો શખ્સ હોવાની ઓળખ મળી હતી. દરમ્યાન અ બનાવના અનુસંધાને કૃષ્ણકુમાર ઉર્ફે કનુભાઈ રાયમલભાઈ ચાવડા (ઉ.વ. ૪૩, રહે. મોતીપેલેસ ટાઉનશીપવાળા)એ પોલા ઈશા, ખુરી ઈશા, ભીખો ગામેતી, અનીશ ગામેતી (રહે.રવની તથા ઝાંપોદડ, તા. વંથલીવાળા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીઓ ક્રિષ્ના સ્ટોન ક્રશર ભરડીયે જઈ પૈસાની માંગણી કરી હતી અને અગાઉ પણ ભરડીયો ચલાવવા આ પ્રશ્ને ધમકી પણ આપી હતી. પૈસા આપવાની ફરિયાદીએ ના પાડતાં આરોપીઓએ ગઈકાલે બંદુક તથા તમંચા જેવા હથિયાર ધારણ કરી અને ફાયરીંગ કરી ફરિયાદી તથા સાહેદોને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે કલમ ૩ર૬, ૧ર૦(બી), ૩૮૪, પ૧૧, આર્મ એકટ, રપ (૧)(બી)(એ) મુજબ ગુનો દાખલ કરેલ છે. આ દરમ્યાન વંથલી પોલીસે બે શખ્સોને પોલીસ હિરાસતમાં લઈ અને તેના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ એન.બી. ચૌહાણ ચલાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews