જૂનાગઢ શહેર જીલ્લામાં આજે વધુ ૪ કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બે અને મેંદરડામાં બે વ્યકિત કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ, જીવધારા સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષનાં પુરૂષ અને નાગરવાડા ગીરીરાજ ટેનામેન્ટમાં રહેતા ૬૮ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જયારે જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા ખાતે બે પોઝીટીવ કેસ આવ્યા છે તેમાં જેમાં બંને પુરૂષ ઉ.વ.પપ અને ઉ.વ.રપ પોઝીટીવ આવેલ છે. અગાઉ મેંદરડામાં જે પોઝીટીવ કેસ આવેલ તે કુટુંબનાં સભ્યોનાં જ આ સભ્યો હોવાનું જાણવા મળેલ છે. દરમ્યાનમાં જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૪૮ થઈ ગઈ છે જેમાંથી હાલ ૧૭ એકટીવ કેસ છે અને ૩૦ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે જયારે એક વ્યકિતનું મૃત્યુ થયું છે. દરમ્યાન સુત્રોનાં જણાવ્યા મુજબ જૂનાગઢ શહેર જીલ્લામાં જે પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે તેના માટે અમદાવાદ – સુરતથી આવેલા પોઝીટીવ વ્યકિતઓને કારણે સંક્રમણ વધી રહયું હોવાનું સ્પષ્ટ થઈ રહયું છે જયારે સત્તાવાળાઓએ અમદાવાદ – સુરતથી જૂનાગઢ શહેર જીલ્લામાં લોકોનું આગમન રોકવું જાઈએ અથવા તો એવી વ્યવસ્થા કરવી જાઈએ કે, કોરોના પોઝીટીવ વ્યકિતઓની તુરત જ ઓળખ થઈ શકે અને ૧૪ દિવસ આઈસોલેશનમાં રાખ્યા બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવે તેવી કાર્યવાહી કરવી જાઈએ તેવી માંગણી ઉઠી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews