સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ છે. મહારાષ્ટ્રના ગોંદીયા ખાતે તા. ર૩-૬-૧૯૮૬ ના રોજ જન્મેલા સૌરભ પારઘી ર૦૧૧ની બેચના યુવા અધિકારી છે. આઈએએસ ઓફીસર એવા તેઓએ શૈક્ષણિક કારકિર્દી ઉપરાંત એમબીબીએસ પણ સફળતાપૂર્વક કરેલ છે. જૂનાગઢમાં જિલ્લા કલેકટર પૂર્વે તે છોટા ઉદેપુરમાં ડીડીઓ, વડોદરા ડીડીઓ, અમદાવાદ મદદનીશ કલેકટર, ધોળકા સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી ચૂક્યા છે. કોરોના મહામારીનો જૂનાગઢમાં વ્યાપ ન વધે તે માટે અથાગ મહેનત ઉઠાવનાર સૌરભ પારઘીને તેમના જન્મ દિવસે  મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૧૧ ઉપર અભિનંદન મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!