ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢનાં અધ્યક્ષએ ડીઆઈજી જૂનાગઢને અકે વિસ્તૃત પત્ર પાઠવીને અને સૂફી-સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિરૂધ્ધ અભદ્ર નિપ્પણી કરનાર અમીશ દેવગન(ન્યુઝ ચેનલ)નાં એન્કર, ન્યુઝ ૧૮ ઈન્ડિયા નામની સમાચાર ચેનલ અને તેનાં માલિક, સુધાંશું ત્રિવેદી, મોલાના અલી કાદરી, ડીબેટમાં હાજર અન્ય તમામ પેનલીસ્ટ વિરૂધ એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરી આવી છે. તાજેતરમાં ન્યુઝ ૧૮ ઈન્ડિયા નામની ન્યુઝ ચેનલ દ્વારા તેનાં એન્કર અમીશ દેવગન તથા તમામ ડીબેટમાં ભાગલેનાર તમામ પેનલીસ્ટો દ્વારા સમાજમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરી છે. દેશની એકતા અને અખંડીતતા તોડવાના ઈરાદે આયોજનબધ્ધ રીતે ષડયંત્ર રચીને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી(ર.અ.) વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા બદલ ધાર્મિક લાગણીઓ દુભાવેલ હોય અને દેશની એકતા અને અખંડીતતાને નુકશાન પહોંચે તેવુ કૃત્યું કરેલ હોય તેમની વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરવા માંગણી કરવામાં આવેલ છે. ન્યુઝ ચેનલ દ્વારા તેમનાં એન્કર અમીશ દેવગન તથા તમામ ડીબેટમાં ભાગલેનાર તમામ પેનલીસ્ટો દ્વારા તા.૧પ-૬-ર૦ર૦નાં રોજ ૭ઃ૩૦ કલાકે લાઈવ ડીવેટ આર-પારમે આજ સબસે નઈ બહસ નામે ડીબેટનું આયોજન કર્યું હતું. ડીબેટમાં જાણી જાઈને સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી(ર.અ.) વિષે ચેનલનાં એન્કર અમીશ દેવગન દ્વારા અકરાનકા ચિશ્તી આયા, લુટેરા ચિશ્તી આયા ઉસકે બાદ ધર્મ બદલે જેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કરેલ છે. જેથી આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડીબેટનું આયોજન જાણી જાઈને લાગણીઓ દુભાવવા તેમજ બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરી દેશની એકતા અને અખંડીતતા તોડવાનાં ઈરાદે આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચવામાં આવેલ છે. તેમનાં આ પ્રયત્નોથી ગેર સમજ અને નફરતનું જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ સમગ્ર માનવ સમાજ માટે અને દેશ માટે અત્યંત નુકશાન કારક છે. ખોટી ધારણાઓ નફરતાં અને શંકા-કુશંકાઓની આ વિષયયુકત વાતાવરણનો નાશ કરવાની અત્યંત જરૂર છે. આ ઘટનાઓની ગંભીરતા સમજી આવા તત્વો ઉપર તાત્કાલીક ધોરણે યોગ્ય નકકર પગલા ભરવા અને સજા આપવાની પત્રમાં માંગણી પણ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews