જૂનાગઢના સેવાભાવી હેમનદાસ બાપાને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સેવાને કોઈ નાત જાત કે પક્ષ હોતો નથી એવી સેવા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠમાં આચાર્ય તરીકે અને અખંડ રામધૂન મંડળમાં સેવા આપનાર હેમનદાસ ગોવિંદરામ લાખાણીનું દુઃખદ અવસાન તા. ૧૭-૬-૨૦ના રોજ થયેલ છે. શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સત્યમ મંડળના હોલમાં સદ્‌ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભાનું તા. ૨૧-૬-૨૦ ના આયોજન કરાયું હતું જેમાં જુદી જુદી સંશ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વ. હેમનદાસ બાપા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દુધ, ભોજન વિતરણ, અંધ કન્યા છાત્રાલયમાં દીકરીઓની સેવા તેમજ ગાયત્રી મંદિરમાં આચાર્ય તરીકે સેવા આપી હતી. પ્રાર્થનાસભામાં મનસુખભાઇ વાજા, સી.જે. ડાંગર, હરસુખભાઇ ચાંદ્રાણી, બટુકબાપુ, વર્ષાબેન બોરીચાંગર, કે.કે.ગોસાઈ, કચરાભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, નાગભાઇ વાળા, રમેશભાઈ શેઠ, અલ્પેશ પરમાર, પ્રવીણભાઈ જાષી વિગેરેએ હેમનદાસ બાપાનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સાથે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!