છેલ્લા ત્રણ મહીનાથી ‘કોરોના મહાવ્યાધિ’નાં કેરનાં કારણે કરવામાં આવેલ લોકડાઉનને કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે તથા સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે જીવનરક્ષક લોહીની ખુબ જ ઘટ પડી રહી છે. સર્વોદય બ્લડ બેંક અને રેડક્રોસનાં સંયુકત સહકારથી તેમજ શહેર જીલ્લાની સેવાભાવી સંસ્થાઓ તરફથી તાત્કાલીક રકતદાન કેમ્પો શરૂ કરી જરૂરી લોહીનો પુરવઠો સિવીલ હોસ્પીટલમાં પુરો પડાય છે. પરંતુ હજુ પણ ઈમરજન્સી કેસો માટે તથા થેલેસેમીયા પીડિત બાળકો માટે લોહીની જરૂર સતત રહેતી હોવાથી જૂનાગઢ રેડક્રોસ શાખાના સર્વે સભ્યો વતી ડો. જગદીશ દવેએ સમગ્ર જૂનાગઢ શહેર તથા જીલ્લાની સેવાભાવી પ્રજા અને સેવાભાવી સંસ્થાઓને રકતદાન માટે આગળ આવવા જણાવેલ છે. તેમજ સૌ સંકલ્પ કરીએ કે ‘ચાલો માસ્ક પહેરી અંતર જાળવીએ અને આપણી ફરજ બજાવીએ.’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews