વંથલી તાલુકાનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં મેરામભાઈ કાનાભાઈ ડાંગરએ પોલીસમાં આ કામનાં આરોપી ભુપત નાથાભાઈ બોરીચા, રાજેશ નાથાભાઈ બોરીચા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી મોટાકાજલીયાળા ગામના સરપંચ હોય અને આ કામનાં આરોપીઓએ અગાઉ ફરીયાદીને કહેલ કે ગ્રામપંચાયતનાં કામમાંથી પૈસા આપવા પડશે અને રેતી પણ મારી પાસેથી જ લેવી પડશે જેથી ફરીયાદીએ ના પાડતાં તે બાબતે આરોપીઓએ ફરીયાદીનાં ઘરે જઈ આરોપી ભુપત બોરીચાએ ફરીયાદીને હાથમાં તથા પગમાં લોખંડનો પાઈપ મારી ફ્રેકચર જેવી ઈજાઓ કરી ફરીયાદીનાં ખીસ્સામાંથી રૂ.૪પ૦૦ કાઢી લઈ લુંટ કરી ફરીયાદીની પત્ની વચ્ચે પડતા તેને માર મારી આરોપી રાજેશ બોરીચાએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ સાહેદોના બે મોટરસાયકલોમાં લોખંડના પાઈપ મારી નુકશાન કરી ગામના ચોકમાં અન્ય સાહેદને માર મારી આરોપીઓએ હથિયારબંધીનાં જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે વિવિધ કલમ અંતર્ગત આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews