પરપ્રાંતીય ખલાસીઓ નવી સીઝનમાં ગુજરાત આવશે કે કેમ તે અંગે રાજય સરકાર વાટાઘાટ કરી સ્થિતિ સ્પષ્ટ કરે

0

રાજયમાં ફીશીગ બોટમાં માછીમારી માટે ખલાસી તરીકે મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશ રાજયમાંથી દસ હજારથી વધુ ખલાસીઓ દર વર્ષે ગુજરાતમાં આવે છે. દર વર્ષે ફીશીંગની સીઝન ઓગસ્ટ માસથી શરૂ થતી હોય તેમાં વેરાવળની બોટોમાં રાખવા માટે ખલાસીઓ જુન માસમાં જ વાતચીત કરી નકકી કરવાની પ્રથા છે. જે નકકી થયા બાદ ખલાસીઓને નકકી કરાયેલ એડવાન્સ રકમ વેરાવળનાં સ્થાનીક માછીમારો દ્વારા આપવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે કોવીડ-૧૯ને લઇ આગામી ઓગષ્ટ માસથી શરૂ થનાર માછીમારીની નવી સીઝનમાં પરપ્રાંતીય ખલાસીઓને ગુજરાતમાં જે તે રાજય સરકારો મંજુરી આપશે કે કેમ તે અંગે અનિશ્ચતા હોય જેથી ગુજરાત સરકારે વાટાઘાટો કરી સ્થિતિ સ્પષ્ટ કરવા અંગે વેરાવળ ખારવા યુવા મિત્ર મંડળના યુવા માછીમારોએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહિતનાને લેખીત રજુઆત કરી માંગણી કરી છે. વેરાવળ ખારવા યુવા મિત્ર મંડળના ભરત આગીયા, લલીત ફોફંડી, દિનેશ સુયાણી, મહેશ ગોહેલ સહિતનાએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અને ફિશરીઝ વિભાગને કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, રાજય સરકારના નિયમ મુજબ આગામી તા.૧-૮-ર૦ર૦થી ફીશીંગની નવી સીઝન શરૂ થશે. દર વર્ષે ગુજરાતના સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાના બંદરોમાં આંધ્રપ્રદેશ તથા મહારાષ્ટ્રના પરપ્રાંતીય ખલાસીઓ મોટી સંખ્યામાં ગુજરાતની ફીશીંગ બોટમાં રોજીરોટી મેળવવા માટે વર્ષોથી આવે છે. જેમાં માત્ર વેરાવળ બંદરની એકાદ હજાર જેટલી ફીશીગ બોટોમાં કામગીરી કરી રોજગારી રળવા અર્થે દસ હજારથી વધુ બંન્ને પરપ્રાંતીય રાજયોનાં ખલાસીઓ આવે છે. આ પરપ્રાંતીય ખલાસીઓને વેરાવળ કામકાજ અર્થે બોલાવવા માટે સીઝન શરૂ થાય તે પૂર્વે જુન માસમાં જ તેઓ સાથે વેરાવળનાં સ્થાનીક માછીમારો સાથે વાટાઘાટો કરી પુરી સીઝનની કામગીરી અને તેના મહેનતાણાની રકમ નકકી કરી તે પેટે અમુક રકમ એડવાન્સ લે છે. પરંતુ હાલ ગુજરાતના સ્થાનીક માછીમાર એવા બોટ માલીકો સામે એવી સમસ્યા ઉદભવી છે કે, પરપ્રાંતીય ખલાસીઓને એડવાન્સ પેટે નકકી કરાયેલ રકમ આપવી કે નહીં અને તે રકમ આપ્યા બાદ જે તે રાજયની સરકાર તેમના માછીમારોને સીઝન શરૂ થાય ત્યારે ગુજરાત મોકલવા અંગે મંજુરી આપશે કે કેમ અને ત્યાંની સરકાર પરમીશન ન આપે તો બોટ માલીકોએ આપેલ એડવાન્સ લાખો રૂપિયાની રકમનું શું ? જો પરપ્રાંતીય ખલાસીઓને ગુજરાતમાં આવવાની પરમીશન ન મળે તો સ્થાનીક માછીમારોની ફીશીંગ સીઝન ફેઇલ જાય તેવી શકયતા હોય આવા અનેક પ્રશ્નો મુંઝવી રહયા છે. ત્યારે ગુજરાત રાજય સરકાર, ફીશરીઝ વિભાગે તા.૧ ઓગષ્ટથી શરૂ થતી નવી ફીશીંગની સીઝન પૂર્વે પરપ્રાંતીય ખલાસીઓને વેરાવળમાં લઇ આવવા મામલે સંબંધિત રાજય સરકારો અને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી સ્થિતિ સ્પષ્ટ કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!