જૂનાગઢનાં શ્રીનાથનગર નજીક માનસ નગર સોસાયટીમાં રહેતાં રમેશભાઈ વરસાણીએ એક અખબાર જાગ નિવેદનમાં વનવિભાગ સામે ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવેલ છે કે તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે જંગલ ખાતા દ્વારા મંજુરી વગર બાંધકામ કરી અને ભ્રષ્ટાચાર કર્યો છે અને જે અંગેની ત્વરીત તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આ અખબારી નિવેદનમાં રમેશભાઈ વરસાણીએ જણાવેલ છે કે તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે રેવન્યુ સર્વે નં.૧૧૪માં રહેણાંકનાં ૩ કવાર્ટર જંગલખાતા દ્વારા તાજેતરમાં બનાવેલ છે. આ જમીન સુરક્ષિત જંગલ જાહેર થયેલ છે અને આ જમીનમાં રહેણાંક બનાવી શકાય નહીં. જંગલ ખાતાએ આ નિયમનો ભંગ કરેલ હોય તેવી દહેશત વ્યકત કરી છે. વિશેષમાં બીજુ બાંધકામ કરતા પહેલાં સિવિલ ઈજનેર દ્વારા તેમના પ્લાન બનાવવા ખુબ જ જરૂરી હોય છે. આ કવાર્ટરનાં પ્લાનમાં કોઈ ઈજનેરની મંજુરી કે સહિ કરવામાં આવેલ નથી અને મંજુરી વગર કવાર્ટર બનાવવામાં આવેલ છે. વિશેષમાં એસ્ટીમેટ હડમતીયાનું મંજુર કરાવેલ અને કવાર્ટર મંડોરણા ગામે બનાવેલ છે. અંદાજે રર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યકત કરી છે. માહિતી અધિકાર મુજબ અરજદારે માહિતી માંગી છે પરંતુ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. અંતમાં રમેશભાઈ વરસાણીએ જણાવેલ છે કે વનવિભાગની કેટલાં એકર જમીનો દબાવવામાં આવતી હોય છે. તે પણ તપાસનો વિષય છે. ખેડુતો ખેતરનાં ઝાંપા સામે ઉકરડા નાંખે તો જંગલ ખાતા દ્વારા સળગાવી નાંખવામાં આવે છે અને પોતે વગર મંજુરીએ મન પડે ત્યાં કવાર્ટર બનાવી નાંખે છે ત્યારે તેને કોઈ કહેવાવાળું નથી તેવો સવાલ ઉઠાવી આ બાબતે યોગ્ય કરવાની માંગણી ઉઠી છે. જંગલ વિભાગ તુંડમિજાજી વહીવટ સામે કેગ જેવી સંસ્થા દ્વારા અથવા વિધાનસભાની ખાસ સમીતી તપાસ કરીને ભ્રષ્ટાચારી તંત્રનાં અધિકારીને ઘરભેગા કરી દેવા જાઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews