ખંભાળિયા શહેરમાં અનેક સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં મોટી સંખ્યામાં બંધ રહેલી સ્ટ્રીટ લાઈટો અંગે વિવિધ પ્રશ્નો સાથે વિપક્ષ દ્વારા પાલિકા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લાઈટની નવી ખરીદી ન કરાતા શહેરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે. આ મુદ્દે ખંભાળિયા નગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા સુભાષ પોપટ દ્વારા ખંભાળિયા નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રીટ લાઈટો ન ખરીદી, શહેરની જનતાને અંધારામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે.
બંધ સ્ટ્રીટ લાઈટો બદલવામાં આવશે : ચીફ ઓફિસર
વિપક્ષી નેતા દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં આશરે ૪૦૦ જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ છે પરંતુ નગરપાલિકા સ્ટ્રીટ લાઈટની ખરીદી ન કરી, હાલ કોરોનાવાયરસના રોગચાળામાં લોકોની પરેશાનીમાં વધારો કરે છે. વિપક્ષના સભ્યના આક્ષેપ અંગે ચીફ ઓફિસર એ.કે.ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં આશરે ૩૦૦ જેટલી સ્ટ્રીટલાઈટ બંધ છે. આ મુદ્દે શહેરમાં સ્ટ્રીટ લાઈટો અંગે કંપનીની જવાબદારી છે, તે એ.એસ.એલ. કંપની પાસે હાલ સ્ટ્રીટ લાઈટનો સ્ટોક નથી. આટલું જ નહીં, આ મુદ્દે નગરપાલિકા દ્વારા સંબંધિત ઉચ્ચ કક્ષાએ જાણ પણ કરી દેવામાં આવી છે. આગામી નજીકના દિવસોમાં જ સ્ટ્રીટ લાઈટો આવી ગયેથી બંધ પડેલી લાઈટો બદલી નાખવામાં આવશે. આટલું જ નહીં, હાલ કામચલાઉ રીતે સ્થાનિક કક્ષાએથી લાઈટની ખરીદી કરી, શહેરમાં બંધ રહેલી એકસો જેટલી સ્ટ્રીટ લાઈટો બદલાવવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં રાજ્યભરના કોન્ટ્રાક્ટ મુજબ છેલ્લા વર્ષોમાં સ્ટ્રીટ લાઈટની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે. જે અંગેની તમામ જવાબદારી જે તે કંપની છે. હાલ બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટ કોન્ટ્રાક્ટર કંપની બદલી આપશે, ત્યારે નગરપાલિકા દ્વારા તાજેતરમાં ખરીદ કરેલી સ્ટ્રીટ લાઈટો સ્પેરમાં રાખવામાં આવશે. જેથી જરૂર પડ્યે લોકોને રાત્રિના સમયે હાલાકી ન થાય તેમ પણ ચીફ ઓફિસર ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews