ખ્વાજા ગરીબ નવાઝનાં અપમાનનાં મામલે જૂનાગઢનાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ કલેકટરને આવેદન આપ્યું

વિશ્વના અનેક નામી અનામી લોકો ભારત દેશની મુલાકાત વખતે અચૂક અજમેરમાં દર્શનાર્થે આવે છે. ઉપરાંત ભારતભરમાંથી અસંખ્ય હિન્દુ-મુસ્લિમ તેમજ અન્ય ધર્મનાં લોકોની આસ્થાના પ્રતિક સમા ખ્વાજા સાહેબ વિષે ન્યૂઝ ૧૮ ચેનલ ૧૫/૦૬/૨૦૨૦નાં રોજ એક કાર્યક્રમ “આરપાર મે સબસે નઈ બહસ” કાર્યક્રમ દરમ્યાન તેના એન્કર અમિષ દેવગન દ્વારા બેજવાબદારી ભર્યું કૃત્ય કરી અભદ્ર ટીપણી કરતા દેશભરમાં તેમના અનુયાયીઓમાં ભારે રોશની લાગણી ફેલાઇ ગઈ છે. જે અન્વયે જૂનાગઢ હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે આકરા પગલાં ભરવા માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં આવું હિન કૃત્ય અન્ય કોઈ દ્વારા કરવામાં ના આવે તેવી તકેદારી રાખવા માંગણી કરવામાં આવી હતી. આ તકે હિન્દુ-મુસ્લિમ અગ્રણી, કોળી સમાજનાં વરિષ્ઠ અગ્રણી બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા, મુસ્લિમ સમાજનાં અગ્રણી વહાબભાઈ કુરેશી, જિશાન હાલેપૌત્રા, એડવોકેટ રાઈફ ખાન, નુરાભાઇ કુરેશી, સોહીલ સીદ્દીકી સહિતાનાઓએ આવેદન પાઠવેલ છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!