જૂનાગઢમાં ફૂટપાથ ઉપર ડુંગળીનો વેપાર કરનારને ધમકી આપી લૂંટ કરનાર આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામ ખાતે રહેતા અને જૂનાગઢ શહેરના વંથલી રોડ ઉપર આવેલ અક્ષરવાડી મંદિર સામે ફૂટપાથ ઉપર ડુંગળીનો વેપાર કરતા ફરિયાદી વજીબેન કેશુભાઈ વાઘેલા દેવીપૂજક સાથે માથાકૂટ કરીને ધાક-ધમકી આપી, બપોરના સમયે ફરિયાદીની છકડો રીક્ષા gj-૧૧-tt-૧૧૦૩ કિંમત રૂ.૫૦,૦૦૦/- ની લૂંટ કરી, આરોપીઓ (૧) વિજય વશરામભાઈ ચારોલીયા જાતે દેવીપૂજક, (૨) વિહલો, (૩)સુરેશ ઉર્ફે સૂરિયો રમેશભાઈ દેવીપૂજક તથા (૪) માનુબેન વશરામ દેવીપૂજક રહે.બધા જેતપુર સહિતના આરોપીઓ નાસી જતા, આ બાબતે ફરિયાદી વજીબેન કેશુભાઈ વાઘેલા દેવીપૂજકએ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભગવાનભાઈ, મેહુલભાઈ, કનકસિંહ, કરણસિંહ, ચેતનસિંહ, ગોવિંદભાઈ, રવીન્દ્રસિંહ સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ છકડા રિક્ષાની લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) વિજય વશરામભાઇ સારોલીયા જાતે દેવી પુજક ઉવ. ૩૫, (૨) સુરેશ ઉર્ફે સુરીયો રમેશભાઈ વશરામભાઇ સારોલીયા જાતે દેવીપુજક ઉવ.૧૮, (૩) ભાનુબેન વા/ઓ વશરામભાઇ સંગ્રામભાઈ સારોલીયા જાતે દેવીપુજક ઉવ.૬૫ તથા (૪) મુકેશ ઉર્ફે વિરલો સવજીભાઇ બાવલાભાઈ માથુકીયા જાતે દેવીપુજક ઉવ.૧૯ રહે.બધા જેતપુર કેનાલ પાસે, સરદાર ચોક પાસે, જેતપુર જિ. રાજકોટને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના કબ્જામાંથી લૂંટમાં ગયેલ વાહન છકડો રીક્ષા gj-૧૧-tt-૧૧૦૩ કિંમત રૂ.૧૦,૦૦૦/સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ વિજય વશરામભાઈ સારોલીયા તથા ભાનુબેન વશરામભાઈ મા-દીકરો થાય છે, તેઓની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ફરિયાદી પક્ષ સાથે તાજેતરમાં ઝઘડો થયેલ હોય, જે સમાધાનના રૂપિયા બાકી હોય, ફરિયાદી આપતા ના હોય, છકડો લઈ જાય તો, જે રૂપિયાની ઉઘરાણી પતી જાય, તેવું વિચારી છકડો રીક્ષાની લૂંટ કરેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. આમ, સી ડિવિઝન પોલીસ દ્વારા લૂંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીઓ પકડી પાડી, લૂંટમાં ગયેલ છકડો રિક્ષા સહિતનો મુદામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી અન્ય કોઈ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલા કે વોન્ટેડ છે કે કેમ ? બીજા કોઇ વાહન ચોરીના ગુન્હાઓ આચરેલા છે કે કેમ ? વિગેરે બાબતે સઘન પૂછપરછ કરી, કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. આગળની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!