કેશોદમાં યોજાઈ ઓનલાઈન યોગ સ્પર્ધા

કેશોદમાં ભારત વિકાસ પરીષદ દ્વારા ઇન્ટરનેશનલ યોગા દિવસે ઓનલાઇન યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૬૩ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૨૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ કક્ષાના નિર્ણાયકો પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કેશોદ ભારત વિકાસ પરીષદ દ્વારા લોકડાઉનની ઓનલાઇન સીંગીગ સ્પર્ધાની સફળતા બાદ ઇન્ટરનેશનલ યોગા દિવસે ઓનલાઇન યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કુલ ૪ ગ્રુપમાં કુલ ૬૩ ઓનલાઇન રજીસ્ટેશન થયા હતાં જેમાંના ૨૮ સ્પર્ધકોએ વોટ્‌સએપ ગ્રુપમાં વીડિયો અપલોડ કરી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૫ યોગાસન કરવા ન્યુનત્તમ ૧૪૦ સેકન્ડ અને વધુમાં વધુ ૧૮૦ સેકન્ડ રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નેશનલ કક્ષાએ ખ્યાતી મેળવનારની નિમણુંક અપાઇ હતી. ઓનલાઇન કન્સેપ્ટ શહેર માટે નવો હોય તેથી સંયોજક ધવલભાઇ પરમાર તેમજ હમીરસિંહ વાળાએ તમામ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરીષદ કેશોદના પ્રમુખ સ્નેહલ તન્ના, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિતના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે નાની ઉંમરના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જયારે મોટી ઉંમરના સ્પર્ધકો વોટ્‌સએપ ઉપર વીડિયો અપલોડ કરવા શરમ અનુભવતા હોય તેવું જાવા મળતા તેઓ સ્પર્ધામાં ભાગ લઇ શક્યા ન હતાં. આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચે, ૧૬-૩૫, ૩૬- ૫૦ તેમજ ૫૧થી ઉપર એમ ચાર ગ્રુપ રાખવામાં આવ્યા હતાં, જેમાં ૫ થી ૧૫ વર્ષના બાળકોની સંખ્યા સૌથી વધુ રહી હતી. જયારે નિર્ણાયક તરીકે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જૂનાગઢના ડો.અનિતાબેન કટારિયા, રશ્મિબેન ખોડભાયા તેમજ કેશોદના યોગ નિષ્ણાંત મધુબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!