સણોસરામાં આયુર્વેદિક દવાખાનું શરૂ થાય તો આજુબાજુના ગામોના દર્દીઓને લાભ થાય

0

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણી કામગીરી થઈ રહી છે. તાજેતરમાં કોરોના બિમારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક પધ્ધતિ અસરકારક થતી હોવાનું જણાયું છે. આ પરિસ્થિતિમાં સણોસરામાં આયુર્વેદિક દવાખાનું શરૂ થાય તો આજુબાજુના ગામોના દર્દીઓને લાભ થાય તેમ છે. તાજેતરમાં કોરોના બિમારીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ ઉપર ભાર મુકાયો છે. આ બિમારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક પધ્ધતિની આવશ્યકતા જોવા મળી છે. સરકારના આરોગ્ય વિભાગ આયુષ મંત્રાલય દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણી કામગીરી થઈ રહી છે. આ સાથે છેવાડાના ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તબીબી સેવા સારવારનો લાભ દર્દીઓને મળી રહ્યો છે. સણોસરામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે આયુર્વેદિક સુવિધા પ્રાપ્ત થાય તે આવશ્યક છે. કોરોના બિમારી જેવી પરિસ્થિતિમાં જો આયુર્વેદિક દવાખાનાનો લાભ મળે તો વ્યક્તિ બિમાર પડે તે પહેલા જ અગમચેતીના પગલાં લેવા સણોસરામાં આયુર્વેદિક દવાખાનાની જરૂરિયાત છે. સણોસરાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જ આ દવાખાનાને સામેલ કરવામાં આવે તો સણોસરા સહીત ઈશ્વરિયા, કૃષ્ણપરા, ઢાંકણકુંડા, સાંઢિડા, સરવેડી, પાડાપાણ, સરકડિયા, ઝરિયા, પીપરડી, ભૂતિયા, ગઢુલા, પાંચતલાવડા તથા વાવડી સહીત આજુબાજુના ગામોના દર્દીઓને આ ચિકિત્સા પ્રણાલીનો મોટા પ્રમાણમાં લાભ મળી શકે તેમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!