વેરાવળમાં હિન્દુ યુવા સંગઠને ચીનની વસ્તુઓના બહિષ્કાર અર્થે લોકોમાં જાગૃતિ લાવવા પત્રિકાઓનું વિતરણ કર્યું

0

વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા રાષ્ટ્ર બચાવો અભિયાન સંદર્ભે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા વેરાવળ શહેરની બજારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતું તેમજ વીરગતિ પામેલ જવાનોને પુષ્પો અર્પણ કરી અને દિપ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. આ તકે દરેક કાર્યકર્તાઓએ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોમાં જાગૃતતા લાવવા શપથ લીધેલ હતા.
લદ્દાખ ખાતે દેશનાં ર૦ જેટલા શુરવીર સૈનીકોને ચીન દ્વારા કાયરતા દાખવી હત્યા કરવામાં આવેલ ત્યારે તેમની વીરગતીને સન્માન આપવા વેરાવળમાં હીન્દુ યુવા સંગઠન ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ, ગીરગઢડા, કોડીનાર, ઉના, સુત્રાપાડામાં જાગૃતી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં હિન્દુ યુવા સંગઠન વેરાવળ દ્વારા શહેરની બજારોમાં જાગૃતી અર્થે પત્રિકાઓ વિતરણ કરેલ અને તમામ પ્રજાજનોમાં ચીન પ્રત્યે હાલ જે ધૃણાનું વાતાવરણ ઉભુ થયુ છે તેને ધ્યાને લઇ સૈનીકો સરહદ ઉપર લડત આપે અને સામાન્ય પ્રજા આર્થીક મોર્ચે લડત આપી ચીનને નબળુ બનાવવા આહવાન કરવામાં આવેલ તેમજ લદ્દાખ ખાતે વીરગતી પામેલ જવાનોનાં આત્માને શાંતી અર્થે દિપપ્રાગટ્ય અને પુષ્પાંજલી કરી મૌન રાખી વીરગતીને યાદ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી. આ પત્રિકા વિતરણ અને સૈનીકોના શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરી સરકારની ગાઇડ લાઇન અનુસાર સંગઠનનાં કાર્યકર્તાઓએ કાર્યક્રમ સફળ બનાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!