વેરાવળમાં કોંગી નેતાઓ વિરોધ કરે તે પૂર્વે પોલીસે અટકાયત કરી લીધી

0

વેરાવળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનને પોલીસે નિષ્ફળ બનાવી દીધા જેવો તાલ જોવા મળતો હતો. જેમાં કોંગી નેતાઓ અને કાર્યકરોએ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વેરાવળના હાર્દસમા ટાવર ચોકમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ધારીત કાર્યક્રમ યોજેલ હતો. જો કે, ટાવર ચોક નજીક આવેલ કોંગી ધારાસભ્યના કાર્યાલય ખાતે એકત્ર થયેલા કોંગી કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પૂર્વે જ પોલીસ કાર્યાલય ઉપર ઘસી જઈ તમામની અટકાયત કરી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. જો કે, કોંગી કાર્યકરોએ ક્ષણભર માટે ટાવરચોકના બદલે કાર્યાલય ખાતે થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. ગઈકાલના વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગી પ્રમુખ દિનેશ રાયઠઠા, જયકરભાઇ ચોટાઇ, ઉષાબેન કુસકીયા, હિરેન બામરોટીયા, અફઝલ પંજા, ફારૂકભાઇ પેરેડાઇઝ, અશ્વિન સુયાણી, પ્રેમ ગઢીયા સહિત કાર્યકરો જોડાયા હતા. આ તકે કોંગી નેતાઓએ ભાજપ સરકારની તાનાશાહી ગણાવી આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે, દેશમાં હાલ આર્થિક મંદીનો માહોલ હોય અને કોરોના જેવી મહામારીથી લોકો પીડાતા હોય જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ સમય દરમ્યાન સતત વધતાં જતાં ભાવ વધારાથી ગુજરાન ચલાવવું ઘણુ મુશ્કેલ થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!