જૂનાગઢ કોંગ્રેસમાં કાર્યકરો સામે રાજયકીય કીન્નાખોરીથી કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માંગણી

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ શકીલ અહેમદ મુન્શીએ જીલ્લા પોલીસ વડાને આપેલા આવેદનમાં જણાવેલ છે કે ગત તા.૧૭-૬-ર૦ર૦નાં રોજ જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનાં દિવસે ને દિવસે વધતાજતા ભાવ પરત ખેચવા અને ચીની હુમલાનાં કારણે આપણા ભારત દેશનાં જે જવાનો શહિદ થયેલ તેમને શ્રધ્ધાજંલી આપવાનો કાર્યક્રમ જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કાયદાને માન આપી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માત્ર સીમીત કાર્યકરોએ સહિત જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતીનાં બંને પ્રમુખો જ જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદનપત્ર દેવા ગયેલ તેમાં કયાંક કોવીડ-૧૯નાં અનુસંધાને અમલમાં રહેલ કાયદાનું ભંગ થયેલ નથી છતાપણ જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતીનાં કાર્યકરો ઉપર જૂનાગઢ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમનાં વિરૂધ પોલીસે રાજકીય દબાણ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉપરોકત બનાવમાં જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કોવીડ-૧૯નાં અનુસંધાને અમલમાં રહેલ સરકારનાં કાયદાનો કયાંક ભંગ કરવામાં આવેલ નથી છતાપણ તેમનાં વિરૂધમાં ગુનો દાખલ કરેલ છે પરંતુ ખરા અર્થમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં રાજમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો તેમજ મેયર અને મીનીસ્ટર દરજાની વ્યકિતઓને જાણે કોવિડ-૧૯ અંતર્ગત કરેલ કાયદાની જાગવાઈયોમાંથી તેમને જાણે મુકિત મળેલ હોય તે રીતે તા.૧પ-૬-ર૦ર૦નાં રોજ ડિસ્ટ્રીક સહકારી કો.ઓ.બેંકનાં ચેરમેન અને વાઈસ ચેરમેન અને એમ.ડી.ની વરણી કરવા માટે જૂનાગઢ બસ સ્ટેશન સામેનાં સહકાર ભવનમાં આવેલ બેંક ખાતે રાખવામાં આવેલ હતી. તે સમયે સવારનાં ૧૦ વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીનાં ર૦૦૦ થી રપ૦૦ જેટલા કાર્યકરોએ કાયદાની એસીતેસી કરી એકઠા થયેલ અને તમામનાં વાહનો એસટી બસ સ્ટેન્ડમાં જાણે જાહેર પબ્લીકનું પાર્કીંગ હોય તે રીતે બસ સ્ટેન્ડનાં અડધા ભાગનાં હીસ્સામાં દેખીતી રીતે જાહેર પાર્કીંગ હોય તે રીતે આગેવાનો અને કાર્યકર્તાઓએ પોતાની પ્રાઈવેટ કારો અને ટુ-વિલરો ત્યાં પાર્કીંગ કરેલ તેટલું જ નહી તે પદાધીકારીઓની વરણી બાદ બસ સ્ટેન્ડનાં બીજા ગેટ પાસેનાં રેલ્વે ક્રોસીંગથી બસ સ્ટેન્ડનાં પહેલા ગેટ સુધી ર૦૦૦ થી રપ૦૦ જેટલા ભાજપનાં કાર્યકરો એકઠા થયેલ અને તે આખો બસ સ્ટેન્ડ વાળો રોડ બાનમાં લીધેલ અને ફટાકડા અડધો કલાક સુધી ફોડીને આખા રોડને બાનમાં લીધેલ ત્યારે પોલીસ પણ હાજર હતી અને થોડીવાર માટે ટ્રાફીક પણ જામ થયેલ તેવા પુરાવા માટેની સીડી અમારા જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડાએ આપને તેમજ જીલ્લા કલેકટરને બી ડીવીઝન પોલીસને તેમજ વિગેરે જગ્યાએ તા.૧૯-૬-ર૦ર૦નાં રોજ જીલ્લા કોંગ્રેસનાં કાર્યક્રમનો તેમજ ભાજપનાં તા.૧પ-૬-ર૦ર૦નાં બેંકનાં કાર્યક્રમનો સ્પષ્ટ અહેવાલ વિગતવાર આપને રજૂઆત કરેલ છે. ત્યારે જા કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી સીમીત કાર્યકરોએ સામાજીક સોશ્યલ અંતર જાળવીને વીર શહીદ જવાનોને ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતીમા પાસે શ્રધ્ધાજંલીનો કાર્યક્રમ રાખેલ ત્યારબાદ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનાં પોસ્ટરો હાથમાં રાખી ૮ થી ૧૦ કાર્યકરોએ ફોટા પડાવેલ તેમાં કયાંય કાયદાનો ભંગ થતો ન હતો છતાપણ તેમનાં વિરૂધમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. તો ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોએ તો તા.૧પ-૬-ર૦ર૦નાં રોજ બેંકનાં પદાધીકારીઓનાં વરણીનાં બસ સ્ટેશનનાં અડધા ભાગને તેમનાં વાહનોથી પાર્કીંગ બનાવી દીધેલ અને તે સામેનાં રોડ ઉપર ર૦૦૦ થી રપ૦૦ ભાજપનાં કાર્યકરો અને પદાધીકારીઓ હાજર થયેલ અને બે કલાક સુધી ત્યાં જમાવડો રહેલ અને પોલીસ પણ તેમનાં રક્ષણમાં ત્યાં હાજર હતી તો શું તેમણે કાયદાનો ભંગ નથી કર્યો ? શું તેમને કોવિડ-૧૯ અંતર્ગત અમલમાં રહેલ કાયદામાંથી તેમને મુકિત આપવામાં આવેલ છે ? તો શું તેઓ સત્તામાં છે એટલે તેમની સામે પોલીસ ગુનો દાખલ ન કરી શકે ? શા માટે તે બનાવમાં પોલીસે આજદીન સુધી ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો ઉપર અને કાર્યકર્તાઓ ઉપર ગુનો દાખલ નથી કર્યો ? પોલીસે તેમની સામે ગુનો દાખલ કરવો જ હોય તો બસ સ્ટેન્ડ પાસેનાં બીજા ગેટનાં રેલ્વે ક્રોસીંગથી બસ સ્ટેન્ડનાં પ્રથમ ગેટ સુધી
આભાર – નિહારીકા રવિયા અનેક વેપારીઓનાં સીસીટીવી કેમેરાઓ છે તેમજ બસ સ્ટેન્ડ અને બેંકનાં પણ સીસીટીવી કેમેરાઓ છે તેમાં ચકાસણી કરતા આપોઆપ માલુમ પડી જશે તેમ છતાય તેમનાં પ્રોગ્રામની સીડી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પણ રજૂ કરવામાં આવેલ છે. કોંગ્રેસ પક્ષનાં કાર્યકરોએ લોકશાહીમાં શાંતી પૂર્ણરીતે લોકહીતનાં પ્રશ્નનો દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવો તે તેમનાં અધીકારો છે છતાપણ કાયદાને માન આપી સીમીત કાર્યકરોથી તેમનો જે કાર્યક્રમ કરવામાં આવેલ છતાપણ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને પદાધીકારીઓ અને ર૦૦૦ થી રપ૦૦ જેટલા કાર્યકરોએ છડે ચોક કાયદાનો ઉલંઘન કરેલ છે અને ટ્રાફીક સમસ્યા સર્જીને લોકોને મુશ્કેલીમાં મુકેલ છે અને તે તમામ તમાસો જેના શીરે કાયદાનું રક્ષણ કરાવાની જવાબદારી છે એજ પોલીસની હાજરીમાં કાર્યક્રમ થયેલ છે. તેમનાં સામે ગુનો દાખલ કરો નહીતર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ પક્ષનાં કાર્યકર વિરૂધ જે કાયદો દાખલ થયેલ તેમાં સી સમરી ભરો તે રીતે જૂનાગઢની પોલીસ કોઈનાં પણ દબાણને વશ થયા વગર નિસ્પક્ષ કામગીરી કરે તેવી રજુઆત જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતી માયનોરીટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ શકીલ એહમદ મુન્શીએ આવેદનપત્રમાં કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!