જૂનાગઢમાં આહિર સમાજની જરૂરિયામંદ છ બહેનોને સિલાઈ મશીન અપાશે

0

સિલાઈ મશીન વિતરણ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છેલ્લા ઘણા સમયથી ચલાવતા જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા તા.ર૮ને રવિવારનાં રોજ કાર્યક્રમ યોજાશે. આહિર મહિલા મંડળનાં ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમની સાથે હાજર આગેવાનોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા અત્યાર સુધીમાં દાતાઓનાં સહયોગથી સર્વજ્ઞાતિય બહેનોને પગભર થવા માટે ૪પ૦૦થી વધુ સિલાઈ મશીન અર્પણ કરાયા છે. જેનાં દ્વારા આજે સેંકડોજ મહિલાઓ મહેનત કરી આજીવિકા રળીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી રહી છે.
આ સંસ્થા દ્વારા આહિર મહિલા મંડળનાં ઉપક્રમે આગામી તા.ર૮ને રવિવારે સાંજે પ થી ૬ઃ૩૦ કલાકે દોલતપરા સ્થિત બંસીધર હાઈસ્કૂલમાં આહિર સમાજની છ જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવશે. મહિલા અગ્રણી મિતાબેન જવાહરભાઈ ચાવડાનાં અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનો પ્રારંભ મેયર ધીરૂભાઈ ગોહેલ અને મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ધરમણભાઈ ડાંગર, નટુભાઈ પટોળીયા, શોભનાબેન પીઠીયા, લાભુબેન મોકરીયા, દિલીપભાઈ ગલ, ભાણાભાઈ રામ, કનુભાઈ સોરઠિયા, સંજયભાઈ કોરડિયા, ગોવિંદભાઈ રામ, કરશનભાઈ ધડુક, રમણીકભાઈ હિરપરા, શિતલબેન જાષી વગેરે આગેવાનો હાજર રહીને વૃક્ષારોપણ કરશે. કાર્યક્રમ અંગે વધુ વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા તથા જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસીયાએ જણાવ્યું છે કે, એક દાતા દ્વારા પોતાનું નામ ન આપવાની શરતે તમામ જ્ઞાતિની જરૂરિયાતમંદ બહેનોને ૧૦૦ સિલાઈ મશીન આ સંસ્થાનાં માધ્યમથી અર્પણ કરવાનો સંકલ્પ કરાયો છે. રવિવારે આહિર સમાજની બહેનોને મદદરૂપ થયા બાદ તબકકાવાર અન્ય સમાજની બહેનોની પણ સિલાઈ મશીન અર્પણ કરાશે. કાર્યક્રમમાં ખોટી ભીડ એકત્ર ન થાય અને સરકારનાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતનાં નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં અગ્રણી હમીરભાઈ રામ દ્વારા તેમનાં પિતાની સ્મૃતિમાં ર૧ પાંજરા વૃક્ષોનાં રક્ષણ માટે અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજ મહિલા મંડળની બહેનો જહેમત ઉઠાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!