ગુજરાત સરકારે ટેકસમાં વધારો ઝીંકી દેતા પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે ત્યારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસ સહીતના ઈંધણનો ભાવ ઘટાડવાની માંગણી સાથે ભેંસાણ તાલુકા કોંગ્રેસે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી છે. ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલીયા તેમજ યાર્ડના ચેરમેન નટુભાઈ પોંકીયાએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને પેટ્રોલ -ડિઝલના ભાવ વધારા સામે રોષ વ્યકત કર્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લોકડાઉન બાદ લોકોની આર્થિક સ્થિતિ હજુ સ્થિર બની નથી ત્યાં જ સરકારે ઈંધણમાં બેફામ ટેકસ ઝીંકી દેતા લોકોને પડયા ઉપર પાટુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. પ્રજાજનોને મોંઘવારીને કારણે જીવન નિર્વાહ કેમ ચલાવવો તે પ્રશ્ન ઉભો થયો છે ત્યારે તાત્કાલીક અસરથી ભાવ વધારો પાછો નહી ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચિમકી પણ પત્રના અંતે કરી છે. પત્રના અંતે પરીવાર દિઠ રૂ.૧૦ હજારની સહાય ફાળવવા પણ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews