જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં બળજબરીથી રૂ.પ.રપ લાખ કઢાવવા માટે ગાળો આપી ફરીયાદીનાં ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં મધુરમ રામાપીરનાં મંદિરવાળી ગલીમાં બાલાજી ડ્રીમ સીટી બ્લોક નં.પ૩ ખાતે રહેતાં વનીતાબેન નવનીતભાઈ ઉર્ફે નિલેશભાઈ લાખાભાઈ મુછડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વિમલભાઈ ગોવિંદભાઈ મિયાત્રા, વિજય, મકસુદ કાસમ હાલા, સુલેમાન ઉર્ફે બાપુડી સરીફભાઈ હાલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી વનિતાબેન મુછડીયાનાં પતિએ કોડીનાર ફોરટ્રેક રોડનું પેટા કોન્ટ્રાકટનું કામ રાખેલ જે કામ માટે હિટાસી મશીનો તથા ડમ્પર વાહનો સાહેદ વિહાભાઈ ભરવાડ સાયલાવાળા પાસેથી ભાડે રાખેલ હોય જેના ભાડાના રૂપિયા સાહેદ વિહાભાઈને આપવાના હતા પરંતુ ફરીયાદી વનીતાબેન મુછડીયાનાં પતિ પાસે આરોપી વિમલભાઈ મીયાત્રાએ કહેલ કે આ કામ તે કરેલ તે રૂપિયા લેવા માટે સાહેદ ગભરૂ ડ્રાઈવર તથા વિહાભાઈ ભરવાડએ પોતાને હવાલો આપેલ છે તેમ કહેતા ફરીયાદીનાં પતિએ ખાત્રી કરતાં રૂપિયાનો હવાલો કોઈને આપેલ ન હોય તેમ છતાં તમામ આરોપીઓએ ફરીયાદીનાં પતિ પાસેથી રૂ.પ.રપ લાખ બળજબરીથી કઢાવવા માટે આરોપી વિમલભાઈ મીયાત્રાએ ફોન કરી ખોટું બોલી બળજબરીથી રૂપિયા પડાવવા માટે મોબાઈલ ફોન ઉપર ગાળો આપી તમામ આરોપીઓએ ફરીયાદીનાં ઘરે જઈ ફરીયાદી તથા સાહેદને રૂબરૂમાં ગાળો કાઢી તથા આરોપી મકસુદ કાસમ હાલા તથા સુલેમાન ઉર્ફે બાપુડી સરીફભાઈ હાલાએ ફરીયાદીને તથા સાહેદને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઝઘડો કરવાના ઈરાદે ફરીયાદીનાં મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફરીયાદી ફરીયાદ કરવા આવતા હતા ત્યારે રસ્તામાં ગેરકાયદેસર રોકી અવરોધ ઉભો કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews