જૂનાગઢ સહિત રાજયભરમાં વિવિધ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે અને ચોમાસું તેની નિર્ધારીત ગતિએ આગળ વધી રહ્યું છે. આગામી ૪૮ કલાક દરમ્યાન ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સવારથી જ જૂનાગઢ શહેર અને જીલ્લામાં ધોમધખતો તાપ અને વરાપ જેવું વાતારવણ બાદ બપોરનાં ૩ વાગ્યાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ચડી આવ્યાં હતાં બાદ મુશળધાર વરસાદ તુટી પડ્યો હતો જેનાં કારણે જૂનાગઢ શહેરનાં માર્ગોમાં પાણી વહેવા લાગ્યા હતાં. ધોધમાર વરસાદથી સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી અને જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી હતી. ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ શહેરમાં દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. જીલ્લા ફલ્ડ કંટ્રોલનાં જણાવ્યા મુજબ જૂનાગઢ શહેરમાં ૩૬ મીમી, ગ્રામ્ય વિસ્તારમાં ૩૬ મીમી, માણાવદરમાં ૪ મીમી અને માળીયા હાટીનામાં ર મીમી વરસાદ છેલ્લાં ર૪ કલાક દરમ્યાન નોંધાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews