અભયમ્‌ ૧૮૧ની ટીમ અને જૂનાગઢ બી ડીવીઝન પોલીસની અસરકારક કામગીરીનાં પગલે અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે થયું મિલન

0

જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પોલીસ તંત્રમાં અનેક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનાં નિયમન માટે કામગીરી કરતાં રહ્યાં છે અને સાથે-સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરવા માટે પણ સતત તત્પર હોય છે. આવો જ એક બનાવ તાજેતરમાં સામે આવ્યો છે જેમાં અભયમ્‌ ૧૮૧ની ટીમ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પ્રશંસનીય કાર્ય કરી અને અસ્થિર મગજની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી આપ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં માલતીબેન પટોળીયા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. તે દરમ્યાન તા.રરનાં રાત્રીનાં ૧૦ વાગ્યાની આસપાસ ૧૮૧ મહિલા અભયમની ટીમ ત્યાં આવી હતી અને એક અસ્થિર મગજની યુવતીને તેનાં સ્વજનો સાથે મેળાપ કરાવવા તેમજ આ મહિલાની સેફટીને લઈને ચિંતીત હોય બી ડીવીઝન પોલીસ સ્ટેશને આવતાં એએસઆઈ માલતીબેન પટોળીયા અને ઉપસ્થિત સ્ટાફે જરૂરી વિગત જાણી હતી. ત્યારબાદ અસ્થિર મગજની મહિલા સાથે પ્રેમ અને લાગણી ભર્યો વ્યવહાર કરતાં આખરે આ મહિલાનાં મુખમાંથી સલમા..સલમા..એવા શબ્દો નીકળ્યાં હતા અને જેને લઈને બી ડીવીઝન પોલીસે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને આ મહિલા વિશેની માહિતી તેમજ આ મહિલાએ જે સોસાયટીનું નામ અને સરનામું આપેલ હતું તેની તપાસ કરવા અને શક્ય હોય તો તાત્કાલિક એક સેવાનું કાર્ય છે તેમ જણાવી તત્કાલ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો અને ધોરાજી પોલીસે પણ બી ડીવીઝન પોલીસની વિનંતીને ધ્યાને લઈ અને તાત્કાલિક તપાસ કરતાં આ અસ્થિર મગજની મહિલાએ જે સરનામું આપ્યું હતું તે નીકળ્યું હતું. ત્યારબાદ તે મહિલાને તેનાં ભાઈ અને પરિવારજનો સાથે વિડીયો-કોલ ઉપર વાતચીત કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ વધુ વિગતો પણ બહાર આવી હતી. જેમાં જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી અને આ મહિલાનાં ભાઈએ જણાવ્યું હતું કે બે દિવસથી આ મહિલા ઘરેથી નીકળી ગયા હતા અને તેમની શોધખોળ કરી હતી પરંતુ મળી આવેલ ન હતાં. દરમ્યાન જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને બી ડીવીઝન પોલીસની સંયુકત કામગીરીનાં કારણે આ મહિલાનું પરિવારજનો સાથે મિલન થયું હતું અને સ્નેહભર્યા દૃશ્યો સર્જાયા હતા. ૧૮૧ મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સીલર ડાયાબેન માવદીયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ વિજયભાઈ જાટવા તથા જૂનાગઢ બી ડીવીઝનમાં ફરજ બજાવતાં એએસઆઈ માલતીબેન પટોળીયા અને કોન્સ્ટેબલ કૌશલ્યાબેન તેમજ પોલીસ કોન્સ્ટેબલ મોતીબેન ઓડેદરા વગેરેની કામગીરી ખુબ જ પ્રશંસનીય રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!