જૂનાગઢ શહેરમાં કોરોનાનાં કેસોની વધતી સંખ્યા : એક જ દિવસમાં અડધો ડઝન કેસ નોંધાતા દોડધામ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસો તરખાટ મચાવી રહયા છે જેને કારણે લોકોમાં ડર અને હાઉ પણ ઉભો થયો છે. કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે જનજીવન પરેશાની ભોગવી રહેલ છે. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લોકોએ બેદરકારીને હટાવી લેવી પડશે અને સતતને સતત પોતાની સંભાળ પ્રત્યે કાળજી રાખવી પડશે. અને તો જ આ મહામારીમાંથી પોતાને અને પોતાનાં પરીવારને હેમખેમ રાખી શકશે.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ૬ વર્ષનાં બાળક સહીત
૬ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં જૂનાગઢમાં એક સાથે ૪ કેસ તેમજ કેશોદનાં સોંદરડા ગામે સુરતથી આવેલા યુવાન અને મેંદરડામાં અગાઉ સંક્રમણીત બનેલા પરીવારનાં ૬ વર્ષનાં બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતાં જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં પોઝીટીવ કેસનો આંક ૭૭ પહોંચ્યો છે. અને બહારનાં જીલ્લામાંથી આવેલા દર્દીઓની સંખ્યા મળી કુલ ૭૭ જેવા કેસો થાય છે. જૂનાગઢ શહેરમાં બહુમાળી ભવન સામે જલારામ પરોઠા હાઉસ ચલાવતા સંચાલક ૪ર વર્ષના પુરૂષ અને તેની પત્ની ૩૯ વર્ષ અને તેનો પુત્ર ૧૪ વર્ષ આ એક જ પરીવારનાં ત્રણ સભ્યો જેઓ નહેરૂબાગ સોસાયટીમાં આવેલ દીપગંગા એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સુત્રોનાં કહેવા અનુસાર આ પરીવાર ગઈકાલે રાયજીબાગમાં રહેતા અને પોઝીટીવ આવેલા દંપત્તિનાં ઘરે ઘરેલું સંબંધ હોવાને નાતે બેસવા ગયેલ હતો જેને લઈને તેના સંપર્કમાં આવ્યા બાદ કોરોના લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ જૂનાગઢ શહેરમાં વધુ એક કેસ નોંધાયો છે. અંબિકા ચોકમાં બંસરી એપાર્ટમેન્ટમાં રહેતો રપ વર્ષનો યુવાન પોઝીટીવ આવ્યો છે. આ યુવાનના ઘરે થોડા દિવસ પહેલા અમદાવાદનાં સાણંદ ખાતેથી આવેલા મહેમાનના કારણે સંક્રમીત બન્યો હોવાનું મનપાને શંકા છે. જયારે જૂનાગઢ જીલ્લામાં મેંદરડામાં અગાઉ એક જ પરીવારનાં પાંચ જેટલા સભ્યો પોઝીટીવ આવ્યા બાદ આ જ પરીવારનાં ૬ વર્ષનાં બાળકને પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. તેને તેના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
જયારે કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે એક દિવસ અગાઉ સુરથી પરીવાર સાથે આવેલા ધર્મેશ મેઘનાથી નામના યુવાનનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. અને કન્ટેનમેઈન્ટ એરીયા તેમજ બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસોની ગઈકાલે સાંજનાં ૬ વાગ્યા સુધીની સ્થિતિ જાઈએ તો જૂનાગઢ જીલ્લામાં કુલ વિવિધ તાલુકાનાં મળીને ૭૭ કેસ છે. તેમાંથી એકલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી ર૭ કેસ થાય છે. એક વ્યકિતનું મૃત્યું થયું છે. જયારે ગઈકાલ સુધીમાં ૪૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. અને ર૧ કેસો એકટીવ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!