માંગરોળનાં જાહિદાબેન ઇબ્રાહિમભાઈ(જાતે ઘાંચી, ) તા. રપ નાં રોજ જૂનાગઢ ખાતે તેઓના નણંદ ફાતિમાબેન, નૂરજહાબેન, હમીદાબેન, મુસ્કાનબેન સાથે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલ હતા. સારવાર કરાવ્યા બાદ જૂનાગઢના સર્કલ ચોક ખાતે રિક્ષામાં બેસીને ગયેલ હતા, ત્યારે રિક્ષામાંથી ઉતરતા પોતાનું પર્સ રિક્ષામાં રાખેલ હતું તે લેવાનું રહી ગયેલ હતું અને રીક્ષા ચાલક રિક્ષા લઈને જતો રહેલ હતો. રીક્ષામાં રહી ગયેલ સામાનમાં તેનાં પર્સમાં રોકડ રૂપિયા ૫,૦૦૦, દવાખાનાની હમીદાબેનની સારવારની ફાઇલ અને અન્ય વસ્તુઓ હતી. જે પૈકી રૂ. ૫,૦૦૦ અને સારવારની ફાઇલ અગત્યની હતી. જે ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય, તેઓ બધા ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘનાં માર્ગદર્શન અને સુચના તેમજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈ, પીએસઆઈ વી.આર.ચાવડા, હેડ કોન્સ્ટેબ્લ શબ્બીરભાઈ તેમજ જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ એ.બી.નંદાણીયા, પીએસઆઇ પી.એચ.મશરૂ, પોલીસ કોન્સ્ટેબલ વીમલભાઇ ભાયાણી, ચેતનભાઇ સોલંકી, રવીરાજસીંહ વાઘેલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, જાહિદાબેન ઇબ્રાહિમભાઈ બિચારા (જાતે ઘાંચી) તથા અન્ય મહિલાઓ જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર જીજે-૦ર એકસએકસ- ર૫૧૭ મળી આવેલ હતો. હાલમાં આરટીઓ કચેરીમાં ઓન લાઇન માહિતી બંધ હોય, રિક્ષા નંબર આધારે, પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરવામાં આવતા રિક્ષા માલિક સલીમભાઈ ઇશાકભાઈ પવારનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષાના માલિકને પોતાની રીક્ષામાં કોઇકનું પર્સ હોવાનુ માલુમ પડતાં તે પણ ફરીથી સર્કલચોક બાજુ થેલો લઈને પરત આપવા માટે આવ્યો હતો પણ તેની રીક્ષામાં બેઠેલ પેસેન્જરો મળેલ નહોતા. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, પોલીસ દ્વારા જાહિદાબેન ઇબ્રાહિમભાઈને પર્સ મૂળ માલિકને પરત કર્યો હતો. આમ, પોલીસ દ્વારા જાહિદાબેન ઇબ્રાહિમભાઈ બિચારાનો સંપર્ક કરી, થેલો સહી સલામત પહોંચાડી દીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews