નવું શૈક્ષણિક સત્ર કયારથી ? વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠતો પ્રશ્ન

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ થાય તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મુંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ સાથે જ ઓનલાઈન શિક્ષણની કામગીરી પણ શરૂ થઈ ચુકી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવી પરિસ્થિતિમાં શું કરવું ? તેવી પરિસ્થિતિ સર્જાણી છે. દરમ્યાન આગામી નવું શૈક્ષણિક સત્ર સંબંધિત ૧પ ઓગષ્ટ અથવા ૧ લી સપ્ટેમ્બરથી શરૂ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ જણાવ્યું હતું કે હાલનાં સંજાગોમાં કોઈ ચોક્કસ તારીખ આપી શકાય તેમ નથી પરંતુ સરકારની સુચના મુજબ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તાજેતરમાં જ ધો.૧૦ તેમજ ત્યારબાદ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને હવે કારકિર્દીલક્ષી શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક બની ગયાં હતાં અને પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે. તો બીજી તરફ પ્રાથમિક શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પણ શાળાઓમાં અભ્યાસ માટેની પ્રવૃતિમાં જાડાઈ અને નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓમાં પડી ગયાં છે. તો બીજી તરફ જૂન માસ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યો છે તેમ છતાં હજુ સુધી કોરોનાને કારણે નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા માટેનાં કોઈ ઠેકાણાં નથી અને ભારે અનિશ્ચિતતા ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓને શાળા કયારથી શરૂ થાય ? તેની મુંઝવણ છે. વાલીઓને સ્કુલો નથી શરૂ થઈ તો પછી ફી કયાંથી ? તેવા સવાલો મુંઝવી રહ્યાં છે. જ્યારે શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની ફી ન ભરાઈ કે નવાં એડમીશન ન આવે તો સ્કુલ ચલાવવી કેમ ? તે પણ મુંઝવતો પ્રશ્ન છે. આમ કોરોનાનાં સંક્રમણને કારણે નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ કરવું ? ફી પ્રશ્ને શું કરવું ? તે મુંઝવણભરી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. જા કે આગામી ઓગષ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે તેવી શક્યતાઓ રહેલી છે. શાળાઓ શરૂ કરવાની અનિશ્ચિતતા વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ તરફ વાળવામાં આવી રહ્યાં છે. તે અંગે પણ ભારે મુંઝવણભરી પરિસ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સર્જાઈ છે ત્યારે આ બધી જ પરિસ્થિતિનો અંત શાળાઓ શરૂ થાય ત્યારબાદ જ આવી શકે તેમ મનાઈ છે. માર્ચ માસમાં કોરોના વાયરસની મહામારીનાં સંકજામાં ભારત દેશ અને વિશ્વનાં દેશો સંક્રમિત બન્યા અને પરિક્ષાનાં મહિના એવાં માર્ચ માસમાં જ લોકડાઉનની પરિસ્થિતિ સર્જાણી અને ૪ તબક્કાનાં લોકડાઉન દરમ્યાન શાળાનું શિક્ષણ સહિતની અનેક ક્ષેત્રોને અસર પહોંચી હતી. એક તકે તો વિદ્યાર્થીની પરિક્ષા કયારથી લેવી તેની પણ પરિસ્થિતિ સર્જાણી હતી. તેવાં સંજાગોમાં માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને પ્રાયમરી વિભાગનાં વિદ્યાર્થીઓ માટેની પરિક્ષાલક્ષી કામગીરી આટોપી લેવામાં આવી. બીજી તરફ સીબીએસસી અને કોલેજકક્ષાનાં વિદ્યાર્થીઓ માટેની હજી પરીક્ષા લેવાણી નથી અને તારીખો ઉપર તારીખો પડ્યાં રાખે છે. આ દરમ્યાન ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાનાં પરિણામો જાહેર થઈ ગયાં છે ત્યારે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી શિક્ષણ તરફ પ્રયાણ કરવાનું છે. તો બીજી તરફ નવું શૈક્ષણિક સત્ર કયા માસથી શરૂ થશે તે નકકી નથી. આવી અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે આજે વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાં લોકોને મુંઝવણ અને અસંમજસ ભરી પરિસ્થિતિ વચ્ચે ઉકેલ કઈ રીતે આવશે તે મોટો પ્રશ્ન મુંઝવી રહ્યો છે. આવા સંજાગોમાં જૂનાગઢ શહેર અને જીલ્લાની શાળાઓ કયારથી શરૂ થાય તે માટેનાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અને શિક્ષણ વિભાગની ગાઈડલાઈન કેવી છે તે અંગેની માહિતી જાણવા માટે જૂનાગઢ જીલ્લા શિક્ષણ અધિકારી નૈષેધ મકવાણાનો ટેલિફોનીક સંપર્ક સાંધતા સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં જીલ્લા શિક્ષણ અધિકારીએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે નવું શૈક્ષણિક સત્ર સરકાર જ્યારે સુચના આપશે ત્યારથી શરૂ કરવામાં આવશે. કોરોનાની બિમારીનાં આ સમયગાળામાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ૧પ ઓગષ્ટનાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા માટેની સરકારની ગાઈડલાઈન જાહેર કરી છે અને જા સ્થિતિ નિયંત્રણ હેઠળ ન રહે તો ૧ સપ્ટેમ્બર સુધી સમયગાળો લંબાઈ તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. આમ નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ થાય તે અંગેની ચોક્કસ તારીખ હાલનાં
સંજાગોમાં આપી શકાય તેમ નથી અને જેને લઈને શાળા અને કોલેજામાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સીબીએસસી અને કોલેજ કક્ષાની પરિક્ષાઓ હજુ પણ લેવાઈ નથી અને તેનો કાર્યક્રમ પણ નક્કી થવાનો છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે આજે ઓનલાઈન શિક્ષણ માટેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. નવું શૈક્ષણિક સત્ર કયારે શરૂ થાય તે અંગેની અનિશ્ચિતતા વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ થઈ શકે તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ચુક્યું છે. પરંતુ સમગ્ર વિદ્યાર્થી જગતને આવરી શકાય તેમ નથી કારણ કે હાલનાં સંજાગોમાં ટાઉન વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કનેકટીવીટી સહિતનાં પ્રશ્નો મુંઝવી રહ્યાં છે. પરંતુ આગામી દિવસોમાં જયારે ઓનલાઈન શિક્ષણને જ પ્રાધાન્ય આપવું પડે તેવા સંજાગો ઉભા થાય તો તે માટેનાં શિક્ષણ વિભાગનાં પ્રયાસો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિદ્યાર્થીઓ સુધી આ ઓનલાઈન શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું.
કોરોનાને લઈને હાલનાં દિવસોમાં પ્રાથમિક શિક્ષણથી લઈ હાઈસ્કુલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે હજુ શાળાઓનાં દરવાજા ખુલ્યાં નથી. બીજી તરફ જે વિદ્યાર્થીઓ જે તે શાળા અને સ્કુલમાં અભ્યાસ કરતાં હોય છે તેઓને ઉપલા વર્ગમાં અથવા તો એડમિશનની પ્રક્રિયા વિધીવત રીતે શરૂ થઈ ચુકી છે અને અત્યારથી જ ભલે વિદ્યાર્થીઓ શાળાઓમાં ન જાય પરંતુ તેમને ઓનલાઈન શિક્ષણ સાથે સાંકળવામાં આવી રહ્યાં છે. તો તેની સામે વાલીઓને પણ એક પ્રશ્ન મુંઝવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ શાળામાં જતાં નથી. શાળાઓ ખુલ્લી નથી તો પછી વિદ્યાર્થીઓની ફી શું કામ તેવા પ્રશ્નને લઈને વાલીઓમાં મુંઝવણ વ્યાપેલી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની આ પરિસ્થિતિ છે તો તેની સામે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતાં સંચાલકોને માટે પણ ર૦ર૦નાં વર્ષમાં આર્થિક સમસ્યા સતતને સતત મુંઝવી રહી છે. નવું ર૦ર૧નું શૈક્ષણિક સત્ર શરૂ ન થઈ ચુક્યું હોય તો તેને લઈને વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકતા નથી. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓનાં એડમીશન થતાં નથી. પ્રાયમરીમાં મોટી સમસ્યા ઉભી થઈ છે અને શાળાઓ શરૂ ન થઈ હોય તો વિદ્યાર્થીઓની ફી ભરવા વાલીઓ મુંઝવણભરી પરિÂસ્થતીમાં છે. કોરોનાનાં કારણે અને ખાસ કરીને લોકડાઉનને કારણે ધંધા-રોજગારથી અળગા થયેલાં વાલીઓ ફી ભરવા માટે પોતાની અસમર્થતા અત્યારે દર્શાવી રહ્યાં છે તેની સામે શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની ફીની આવક જા ન થાય તો મોટા ભાગનાં સ્ટાફને રજા આપવી પડે. જે-તે શાળાઓને તાળાં મારી દેવા પડે અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વર્ગો ચાલુ રાખી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવા સંજાગોમાં ઠેક-ઠેકાણે વિદ્યાર્થીઓ-વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે સતત ઘર્ષણનાં બનાવો બની રહ્યાં છે. પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી કરવટ બદલે છે તેનાં ઉપરથી નવું શૈક્ષણિક સત્ર અને વિદ્યાર્થીઓને ભાવી અવલંબે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!