જૂનાગઢ સહિત રાજયનાં નાગરીકોને વેપારીઓને આર્થિક મદદ માટે મિલકત વેરામાં રાહત જાહેર કરાઈ

0

કોરોનાની મહામારીમાં દરેક ક્ષેત્રો ઉપર ગંભીર અસર પહોંચી છે અને આર્થિક ક્ષેત્ર સાવ કંગાળ બની ગયું છે. મોટાભાગનાં વ્યવસાયોમાં તીવ્ર મંદીનું મોજું પ્રસરી રહ્યું છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા રાજયનાં દરેક નાગરીકોને આર્થિક મદદ કરવાનાં હેતુથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જારી કરવામાં આવેલ છે અને જેનો લાભ અનેક લોકોને મળવાનો છે. ગુજરાત સરકારનાં નાણાં વિભાગ દ્વારા તા.પ-૬-ર૦ર૦નાં ઠરાવથી દરેક વર્ગનાં નાગરીકોને આર્થિક મદદ મળી શકે તે હેતુથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જારી કરવામાં આવેલ છે. જેમાં પ્રોપર્ટી ટેકસ, વિજબીલ અને વાહનનાં કરમાં માફી અને રાહતો હેઠળ વાણિજ્ય એકમોને વર્ષ ર૦ર૦/ર૧નાં વાર્ષિક પ્રોપર્ટી ટેકસનાં ચુકવણામાં ર૦ ટકાની માફી આપવામાં આવશે. રૂ.૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજયનાં અંદાજીત ર૩ લાખ વાણિજ્ય એકમોને મળશે. જે મિલ્કતદારોએ વર્ષ ર૦ર૦/ર૧નાં વાણિજય પ્રોપર્ટી ટેકસની ચુકવણી કરેલ છે તેવા મિલ્કતદારોને આ નિર્ણયથી માફ કરવામાં આવેલ ર૦ ટકાની રકમ પરત આપવામાં આવશે. આત્મનિર્ભર પેકેજનો સારી રીતે અમલ થઈ શકે તે માટે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓને સુચનાઓ જારી કરવામાં આવેલ છે. જેમાં કેટલીક જાગવાઈ અંતર્ગત કાર્યવાહી કરવાની થતી હોય છે. જેમાં વાણિજિયક એકમોને વર્ષ ર૦ર૦/ર૧નાં વાર્ષિક પ્રોપર્ટી ટેકસનાં ચુકવણામાં ર૦ ટકાની માફીનો લાભ તા.૩૧-૮-ર૦ર૦ સુધી આપવાનો રહેશે. જે વાણિજિયક એકમોએ વર્ષ ર૦ર૦/ર૧નાં પ્રોપર્ટી ટેક્ષની રકમ
તા.૩૧-૮-ર૦ર૦ સુધી ભરેલ હશે તેનાં ર૦ ટકાની રાહત રાજય સરકાર મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને પરત કરશે. મિલ્કતદારોએ વર્ષ ર૦ર૦/ર૧નાં વાણિજિયક પ્રોપર્ટી ટેકસની ચુકવણી કરેલ છે તેવા મિલ્કતદારોને આ નિર્ણયની માફ કરવામાં આવેલ ર૦ ટકાની રકમ પરત આપવામાં આવશે. ર૦ ટકાની રાહત પરત મેળવવા અંગે વોર્ડ નં. ૧ થી ૧પનાં મિલકત ઘારકે ફોર્મ પત્રકમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ વિગતો વિભાગને રજુ કરવાની રહેશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં સંયુકત સચિવ દ્વારા જારી કરવામાં આવેલાં પરિપત્રનાં આધારે મુલ્યાંકન કરવામાં આવશે અને જરૂરી રાહતો પાઠવવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!