જૂનાગઢમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું : ગઈકાલે એક દિવસમાં વધુ પાંચ કોરોના પોઝિટીવ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારે અડધો ડઝન કેસો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગઈકાલે પણ એક સાથે પાંચ કેસો જુદાં-જુદાં વિસ્તારનાં નોંધાયા છે જેનાં કારણે એવું કહી શકાય કે જૂનાગઢ શહેરમાં જ કોરોનાનું સંક્રમણ અને ટ્રાન્સમિશન વધી રહ્યું છે અને જેને લઈને લોકોએ પૂર્ણ સાવચેતી રાખવાની જરૂર છે. જૂનાગઢમાં એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલ નહેરૂપાર્ક સોસાયટીમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ અહીંની નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા ૪પ વર્ષિય મહિલા તેમજ ૬૦ વર્ષિય મહિલા આ બંનેના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જયારે જાષીપરામાં આંબાવાડી-૧માં રહેતી રર વર્ષિય યુવતી અને ટીંબાવાડીમાં તક્ષશીલા સોસાયટીમાં રહેતા ર૯ વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને વણઝારી ચોકમાં નવા નાગરવાડાની શેરી-૩માં રહેતાં પ૭ વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટીવ આવતા મનપાની ટીમો આ વિસ્તારોમાં દોડી ગયેલ છે. હાલ જે રીતે લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે જેમ કેસની સંખ્યામાં પણ વધારો જાવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં કુલ ૩પ કેસ થયા છે જેમાંથી એક મહિલાનું મોત અને ૧૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે હવે ર૧ કેસ કોરોના એકટીવ હોવાનું નોંધાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!