જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ નજીક રહેતાં અંજલીબેન દેવેન્દ્રભાઈ બોરીચાએ પોલીસમાં આ કામનાં આરોપી ઈમ્તીહાજ ઉર્ફે ભુરો ઈકબાલભાઈ શેખ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને આરોપી ઈમ્તીયાજ ઉર્ફે ભુરો ઈકબાલભાઈ શેખ સાથે સાતેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને ગયા છ એક માસથી બંને છુટા પડી ગયેલ હોય અને ફરીયાદીની સગાઈ બીજી જગ્યાએ થઈ ગયેલ હોય જે મનદુઃખનાં કારણે આરોપીએ ફરીયાદીને રસ્તામાં રોકી બોલાચાલી કરી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અપશબ્દો બોલી ફરીયાદીને ૩-૪ ઝાપટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સામા પક્ષે પણ શહેનાઝબેન ઈમ્તીયાઝભાઈ શેખએ પોલીસમાં આ કામનાં આરોપી અંજલી, સપના, અંજલીનો ભાઈ આદી તેમજ એક અજાણી †ી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પતિને અંજલી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ ફરીયાદીને થતા તેના પતિએ અંજલી સાથે સંબંધ રાખવાની ના પાડતાં તેનું મનદુઃખ રાખી ફરીયાદીને ગાળો આપી આરોપી અંજલી અને અંજલીનાં ભાઈ આદીએ ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews