ડુંગરપુર અને માણાવદર ખાતે જુગાર દરોડા

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ માનસીંગભાઈ દેવદાનભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ડુંગરપુર ગામે સુભાષનગર-૧માં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૬ શખ્સોને રૂ.૬૪૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે માણાવદરનાં રાવલપરા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૬ શખ્સોને પ૦૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ અન્ય એક બનાવમાં માણાવદરનાં પોલીસ સબ ઈન્સ્પેકટર પી.વી.ધોકડીયા અને સ્ટાફે બાવાવાડી વિસ્તારમાં મેઈન રોડ ઉપર શાંતાબેન કરશનભાઈ જલુનાં રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૬ શખ્સોને જુગાર રમતાં કુલ રૂ.૧૩૯૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલાં તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!