વિસાવદરનાં સરસઈ ગામેથી સંતરોહીદાસ આશ્રમનાં ૪૦ હજારનાં પાઈપની ચોરી

વિસાવદર તાલુકાનાં સરસઈ ગામે સંતરોહીદાસ આશ્રમ ખાતે અને મુળ જૂનાગઢનાં લક્ષ્મીનગર સોસાયટી આલ્ફા સ્કુલની બાજુમાં રહેતાં ચંદુભાઈ આલાભાઈ પરમારે પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી સંત રોહીદાસ આશ્રમમાં ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે સેવા આપતા હોય અને સંતરોહીદાસ આશ્રમ સરસઈની સામે જાહેર જગ્યામાં રાખેલ પાણીનાં દારની બેની લોખંડની પાઈપલાઈન જે આશરે ૮૦૦ ફુટ જે ર૦ ફુટની આશરે ૪૦ લાઈન જેની કિંમત રૂ.૪૦ હજારની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!